ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 18 ઓગસ્ટ, 2021
બુધવાર
ઓડિશા સરકારે ભારતની પુરુષ અને મહિલા હોકી ટીમ માટે મોટી જાહેરાત કરી છે.
ઓડિશા સરકાર જાહેરાત કરી છે કે તે આગામી 10 વર્ષ સુધી ભારતીય હોકી ટીમને સ્પોન્સર કરવાનું જારી રાખશે.
એટલે કે હવે ઓડિશા સરકાર 2033 સુધી ભારતની પુરુષ અને મહિલા હોકી ટીમોને સ્પોન્સર કરશે.
ટોક્યો ઓલિમ્પિક્સમાં ઐતિહાસિક પ્રદર્શન કર્યા બાદ પરત ફરેલી મેન્સ અને વિમેન્સ હોકી ટીમના સભ્યોના સન્માન માટે યોજવામાં આવેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી નવીન પટનાયકે આ જાહેરાત કરી હતી.
ભારતીય પુરૂષ હોકી ટીમે 41 વર્ષ બાદ ઓલિમ્પિક્સ મેડલ જીત્યો તો મહિલા ટીમ પ્રથમ વખત ઓલિમ્પિક્સની સેમિફાઈનલમાં પહોંચી હતી. મહિલા ટીમ બ્રોન્ઝ મેડલ માટેની મેચ હારી ગઈ હતી
ઓડિશા સરકારે 2018 માં હોકી ઇન્ડિયા સાથે સૌપ્રથમ પાંચ વર્ષની ડીલની જાહેરાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે ઓડિશા સરકાર દેશની પ્રથમ રાજ્ય સરકાર છે જેણે રાષ્ટ્રીય ટીમને સ્પોન્સર કરવાનો નિર્ણય કર્યો છે.
અફઘાનિસ્તાન સંકટ પર વડાપ્રધાન મોદીએ કરી બેઠક, અધિકારીઓને આપ્યા આ આદેશ ; જાણો વિગતે