News Continuous Bureau | Mumbai
દિવસેને દિવસે રાજકોટમાં ક્રાઇમ રેટ વધતો જઈ રહ્યો છે. લોકો પોલીસના ડર વગર ખુલ્લે આમ ચોરી ચાકરી લૂંટફાટ અને છેતરપિંડીના બનાવ સામે આવી રહ્યા છે તેમાં વધુ એક બનાવ સામે આવ્યો છે જેમાં રાજકોટના જવેલર્સ પાસેથી બે પરપ્રાંતિય વ્યક્તિએ ચાંદી મંગાવી થોડું પેમેન્ટ કરી બાકીનું પેમેન્ટ ન આપી છેતરપિંડી કરી જેથી વેપારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. મળતી માહિતી અનુસાર રાજકોટમાં સંતકબીર રોડ પર રહેતા અને ચાંદીના ઘરેણાં બનાવતા વેપારીએ બે યુ.પીનાં વ્યક્તિ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમને જણાવ્યું હતું કે પોતે ચાંદીના ઘરેણાં બનાવવાનો વેપાર કરે છે. થોડા સમય પહેલા તેમની પરિચય યુ.પીનાં બે વ્યક્તિ અનુપ અને અરવિંદ વર્મા સાથે થયો હતો. બન્ને એ સાથે કામ કરવાની વાત વેપારી સામે મૂકી હતી અને વેપારીને ૯૯ કિલો ચાંદીનો ઓર્ડર આપ્યો હતો જેની સામે કટકે કટકે પહેલા સાત અને ત્યાર બાદ બે વખત ૩ લાખનો આરટીજીએસ કર્યો હતો હજુ ૨૬,૪૦,૨૫૧ જેટલી રકમ ચૂકવવાની બાકી હોય જે આપવામાં બંને બહાના કાઢતા હતા જેથી વેપારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી.
આ સમાચાર પણ વાંચો : સફળ મુલાકાત / પીએમ મોદીને મળ્યા OpenAI ના સીઈઓ, કહ્યું- ભારતમાં AIની તકો અને રેગ્યુલેશન પર થઈ વાતચીત