News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રના ( maharashtra ) હિંગોલી તાલુકાના કેસાપુરના એક ખેડૂતને ( farmer ) ઓનલાઈન ભેંસ ખરીદવી ખૂબ મોંઘી પડી. તેની સાથે અજાણ્યા વ્યક્તિએ બે લાખ 26 હજારની ( scammed ) છેતરપિંડી ( Online Fraud ) આચરી હતી. આ મામલામાં નરસી નામદેવ પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો.
કેસાપુરના ગણેશ ભાનુદાસ ટેકાલેએ ખેતીની સાથે સાથે ડેરી વ્યવસાય શરૂ કરવા માટે ભેંસ ખરીદવાનું નક્કી કર્યું. આ માટે તેઓ વધુ દૂધ આપતી ભેંસોની માહિતી કોમ્પ્યુટર દ્વારા લેવાની શરૂ કરી. ઓનલાઈન બ્રાઉઝ કરતી વખતે તેને ભેંસના કેટલાક ફોટા ગમી ગયા. ભેંસોના ફોટા જોયા બાદ તેણે બે ભેંસ ખરીદવા માટે સામેની વ્યક્તિનો સંપર્ક કર્યો. જે મુજબ 1લીથી 5મી નવેમ્બર દરમિયાન તેણે ભેંસ ખરીદવા માટે પૈસા ચૂકવ્યા. જો કે, ટેકાલેના સમય જતાં ખ્યાલ આવ્યો કે તેણે પૈસા ચૂકવી દીધા છે પરંતુ ભેંસ ના દર્શન થયા નથી. જે બાદ તેણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં પુણ્ય પ્રતાપ સિંહ નામના વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો.
આ સમાચાર પણ વાંચો: મલાઈકા અરોરાએ રિક્રિએટ કર્યું ઝીનત અમાનનું આઇકોનિક ગીત ‘આપ જૈસા કોઈ’, તેની કાતિલ અદાઓ થી જીત્યું ફેન્સનું દિલ