News Continuous Bureau | Mumbai
Bihar Groom : બિહાર(Bihar)ના ગયામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે, જ્યાં એક વર સાથે મારપીટનો વીડિયો સોશિયલ મીડિયા(Social media) પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને બધા ચોંકી ગયા છે. આ વીડિયો વિશે જણાવવામાં આવી રહ્યું છે કે વરરાજા(Groom) તેની પહેલી પત્ની હોવા છતાં બીજા લગ્ન(Second marriage) કરવા પહોંચ્યો હતો, જ્યાં લગ્ન મંડપ પર જ લોકોએ વરરાજાને ખૂબ માર માર્યો હતો. જણાવી દઈએ કે વરરાજાની મારપીટનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
જુઓ વિડીયો
गया में पोल खुलने पर गंजे दूल्हे की जमकर धुनाई, नकली बाल लगाकर दूसरी शादी रचाने पहुंचा था शख्स। डोभी थाना अंतर्गत बजौरा गांव का है मामला। वीडियो सोशल मीडिया पर वायरल।#Gaya #ViralVideos #Bihar #BiharPolice #SupremeCourt #Nepal #PanchayatElectionResult #Article370 pic.twitter.com/rZxZaJTtoz
— 🚩🚩Amit kumar 🚩🚩 (@Asurr_2) July 12, 2023
આ વાયરલ વીડિયો(Viral video) માં જોઈ શકાય છે કે લોકો પહેલા લગ્ન માટે મંડપમાં બેઠેલા વરરાજાને બંધક બનાવે છે અને પછી એક વૃદ્ધ વ્યક્તિ વરરાજાને મારવાનું શરૂ કરે છે, વરરાજા વારંવાર હાથ જોડીને માફી માંગી રહ્યો છે, પરંતુ દુલ્હનના પરિવાર(Bride family)ના સભ્યો તેને મારતા જોવા મળે છે. .
આ સમાચાર પણ વાંચો: Saira banu : આ વ્યક્તિ એ બદલી સાયરા બાનુ ની ઈમેજ, જાણો કેવી રીતે બની સામાન્ય છોકરી માંથી સુંદર અભિનેત્રી
વરરાજાના વાળ પણ નકલી..
આ પછી લોકો તેને બંધક બનાવીને વાળ કપાવવા માટે વાળંદને બોલાવવાનું કહે છે. પરંતુ થોડા બાદમાં ખબર પડે છે કે તેના વાળ પણ નકલી(Fake Hair) છે અને તેઓ તેના વાળ ખેંચે છે. જણાવવામાં આવી રહ્યું છે કે દુલ્હનના પરિવારજનોને અચાનક ખબર પડી કે છોકરાને ટાલ છે અને આ તેના બીજા લગ્ન છે, ત્યારબાદ મારપીટ શરૂ થઈ ગઈ હતી.