News Continuous Bureau | Mumbai
માર્ચ મહિનામાં પીએમ મોદી ગુજરાત આવશે. આ પ્રવાસ દરમિયાન તેઓ જી-20 બેઠકની અંદર હાજરી આપશે આ ઉપરાંત ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ પણ તેઓ નિહાળશે. પીએમ મોદીના માર્ચ 2022થી ગુજરાતમાં સતત ઓક્ટોબર મહિના સુધી અનેક પ્રવાસો ચૂંટણી પ્રચાર દરમિયાન થયા હતા. ત્યારે મોટી જીત ગુજરાતમે મેળવી હતી. પીએમ મોદી ગુજરાતમાં અમદાવાદ ખાતે આવશે.
આ વખતે દેશમાં જી 20 સંમેલનનું આયોજન થયું છે. જે અંતર્ગત ગુજરાતની અંદર પણ તે અંતર્ગત વિવિધ બેઠકો યોજવામાં આવી રહી છે. જેમાં પીએમ મોદી પણ સામેલ થશે. જી 20ના વિવિધ આયોજનો અગાઉ બેઠકને લગતા કચ્છ, અમદાવાદ, કેવડીયા સહીતના સ્થળોએ થયા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી મેચમાં પ્રેક્ષક બની મેચને નિહાળશે. ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનીઝ પણ આ મેચ જોવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. જેથી તેઓ પણ અમદાવાદના પ્રવાસે આવશે. અમદાવાદમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી શ્રેણીની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ જોવા માટે પીએમ મોદી પણ સ્ટેડિયમ પહોંચશે.
આ સમાચાર પણ વાંચો : ચેતવણી / શરીર માટે ખૂબજ ખતરનાક સાબિત થઈ શકે છે બી12ની ઉણપ, આ સંકેતોને કદાચ જ તમે જાણતા હશો
અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમોમાંનું એક છે. આ સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શ્રેણીની ચોથી ટેસ્ટ મેચ 9 માર્ચથી શરૂ થશે. રસપ્રદ વાત એ છે કે, આ સ્ટેડિયમનું નામ પીએમ મોદીના નામ પરથી રાખવામાં આવ્યું હોવાથી તેઓ પ્રથમવાર ક્રિકેટ મેચ જોવા અમદાવાદ આવશે.
Join Our WhatsApp Community