News Continuous Bureau | Mumbai
રાજધાની દિલ્હી(Delhi)માં આવેલ નહેરુ મેમોરિયલ મ્યુઝિયમનની જૂની ઈમારતને નવા બાંધકામને સાથે સંકલિત કરવામાં આવ્યું છે. ત્રિમૂર્તિભવનના ૪૫ એકરના પરિસરમાં બનેલું ભવ્ય પ્રધાનમંત્રી મ્યુઝિયમ(PM museum) હવે પૂર્ણ થઇ ગયું છે. તેમાં આઝાદ ભારતના શાસનાધ્યક્ષોની સંપૂર્ણ કહાની વ્યક્ત કરવામાં આવી છે. ૧૪ એપ્રિલે ભીમરાવ આંબેડકર જયંતીના દિવસે વડાપ્રધાન મોદી તેનું ઉદઘાટન કરશે. તેમાં એક ગેલેરી તેમના અત્યાર સુધીના કાર્યકાળ ઉપર પણ છે. મ્યુઝિયમમાં અત્યાર સુધીના ૧૫ વડાપ્રધાનોની સાથે જ પાંચ ટોચના રાષ્ટ્રનાયકોના યશોગાથા સામેલ છે.
અહીં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, સુભાષચંદ્ર બોઝ, સરદાર પટેલ, બાબા સાહેબ આંબેડકર અને જયપ્રકાશ નારાયણ(જે.પી.)ના વ્યક્તિત્વ અને કૃતિત્ત્વને પણ રજૂ કરાયા છે. આશરે ૨૭૧ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા આ મ્યુઝિયમમાં વડાપ્રધાનોની પ્રશસ્તિનું લેખન પ્રસિદ્ધ પત્રકાર અને પૂર્વ વિદેશ રાજ્યમંત્રી એમ.જે.અકબરે કર્યું છે. મી-ટૂ વિવાદમાં અકબરે મંત્રી પદ ગુમાવવું પડ્યું હતું.
૨૦૧૮માં જ્યારે મ્યુઝિયમ બનાવવાનો ર્નિણય થયો તે વર્ષે મી-ટૂ મૂવમેન્ટમાં અકબરનું નામ સામે આવ્યું હતું. ઓક્ટોબર ૨૦૧૮માં તેમણે રાજીનામું આપવું પડ્યું. ૧૦ હજાર ચો.મીટરમાં બનેલા ત્રણ માળના મ્યુઝિયમનું ઉદઘાટન અનેકવાર ટાળી દેવાયું હતું. પહેલાં અટલજીની જયંતી ૨૫ ડિસેમ્બર અને પછી ૨૬ જાન્યુઆરીએ આ મ્યુઝિયમ શરૂ થવાનું હતું. હવે ૧૪ એપ્રિલની તારીખે તેનો શુભારંભ નક્કી થયો છે.
મ્યુઝિયમમાં દરેક પીએમને સમાન સન્માન અપાયું છે. ઈન્દિરા ગાંધી, લાલ બહાદુર શાસ્ત્રી, રાજીવ ગાંધી તથા અટલ બિહારી વાજપેયીને વધુ જગ્યા મળી છે. ઉદારીકરણ માટે નરસિંહ રાવ અને મનમોહન સિંહનું પ્રશસ્તિ ગાન છે. વાજપેયીને પરમાણુ પુરુષ તરીકે રજૂ કરાયા છે. અહીં પોખરણ પરમાણુ પરીક્ષણ વિશેષ આકર્ષણ છે.