News Continuous Bureau | Mumbai
સુરતની અંદર ડાયમંડ બુર્સ તૈયાર કરવામાં આવ્યું છે. ત્યારે પીએમ મોદી દ્વારા આ ઉદ્ઘાટન કરવામાં આવશે. મોટા હીરા વેપારનો કારોબાર શરૂ આગળ વધશે. મોટી સંખ્યામાં વેપારીઓ અહીં આવીને કારોબાર શરૂ કરશે.
સુરતમાં ઘણા સમયથી ડાયમંડ બુર્સ ને લઈને ચર્ચા હતી ત્યારે દેશ અને વિદેશમાંથી આવેલા હીરાના વ્યવસાય સાથે સંકળાયેલાટ લોકો અહીં આવશે. આ ડાયમંડ શરુ થતાની સાથે જ હીરાના વેપારીઓ અને કંપનીઓ મોટી સંખ્યામાં વેપાર કરી શકશે
સીઆર પાટીલ દ્વારા પીએમ મોદી દ્વારા ડાયમંડ બુર્સ નું ઉદ્ઘાટન કરવામાં આવશે. તેમ જાણકારી આપી હતી. ડાયમંડ બુર્સ શરુ થવાથી દેશ અને વિદેશના વેપારીઓ સુરત આવતા આંતરરાષ્ટ્રીય ફ્લાઇટો પણ કેટલાક દેશોની ડાયરેક્ટ શરૂ કરવામાં આવશે. લગભગ હીરા વેપાર સાથે 175 જેટલા દેશોના વેપારીઓ જોડાયેલા છે જેઓ અહીં આવશે.
આ સમાચાર પણ વાંચો : એરટેલનો મજબૂત પ્લાન, 299 રૂપિયામાં 12 મહિના માટે 2 સિમ, કૉલ્સ, ડેટા અને એસએમએસ રહેશે ફ્રીમાં એક્ટિવ
વિશ્વના ડાયમંડ ક્ષેત્રે સૌથી મોટી બિલ્ડીંગ સુરતની ડાયમંડ બુર્સ બિલ્ડીંગ બનશે. સુરતમાં પૂર્ણ થયેલ ડાયમંડ બુર્સ બિલ્ડિંગનો બાંધકામ વિસ્તાર 66 લાખ ચોરસ ફૂટ છે. નવ ટાવરની અંદર ફેલાયેલી આ ઇમારત ગ્રીન બિલ્ડિંગ છે. વિશ્વની સર્વશ્રેષ્ઠ કહી શકાય તેવી તમામ સુવિધાઓ અહીં પૂરી પાડવામાં આવે છે. ડાયમંડ ક્ષેત્રની વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડીંગ અમેરિકાના પેન્ટાગોન માં છે જેનું નિર્માણ 65 લાખ સ્ક્વેર ફૂટમાં કરવામાં આવ્યું છે પરંતુ હવે સુરતની આ બિલ્ડીંગ સૌથી મોટી બિલ્ડીંગ માં સ્થાન પામશે.
Join Our WhatsApp Community