Site icon News Continuous Bureau | Mumbai

PUBG: પબજીની ઘેલછામાં વધુ એક યુવકે આત્મહત્યા કરી: માતા પિતાએ ગેમ રમવાની ના પાડતા યુવકે પોતાના જ ઘરે ગળે ફાંસો ખાધો

PUBG: પબજીની ઘેલછામાં વધુ એક યુવકે આત્મહત્યા કરી: માતા પિતાએ ગેમ રમવાની ના પાડતા યુવકે પોતાના જ ઘરે ગળે ફાંસો ખાધો

PUBG: Another youth commits suicide in PUBG craze: Youth hangs himself at home after parents refuse to play the game

PUBG: Another youth commits suicide in PUBG craze: Youth hangs himself at home after parents refuse to play the game

News Continuous Bureau | Mumbai 

PUBG: દેશમાં pubg ગેમ એ યુવકોમાં ( youth ) ઘેલછા લગાડી હતી. જે બાદ તેને બેન કરવામાં આવી હતી પરંતુ ફરી એક વખત pubg ની ઘેલછામાં યુવકે ગળે ફાંસો  ખાઈ આત્મહત્યા ( suicide ) કરી. માતા પિતાએ પુત્રને ગેમ ( Game ) રમવાની ના પાડતા પુત્રને માઠું લાગી આવ્યું અને પોતાના જ ઘરે ગળે ફાંસો ખાય જીવન ટૂંકાવ્યું. મળતી માહિતી અનુસાર રાજકોટના ( Rajkot ) શાપરમાં રહેતા અને આઈટીઆઈ નો અભ્યાસ કરતા ભાવેશ નામના યુવકે પોતાના જ ઘરે ગળે ફાંસો ખાય પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આત્મહત્યાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી પોલીસને પૂછતાછમાં જાણવા મળ્યું હતું કે ભાવેશ ને pubg ગેમ રમવાની લત લાગી હતી.

Join Our WhatsApp Channel

તેમના માતા પિતા તેને ગેમ રમવાની ના કહી ઠપકો આપ્યો હતો જેનું માંઢું લાગી આવતા ભાવેશે પોતાના જ ઘરે ગળે ફાંસો ખાઇ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું પરિવારને જાણ થતા તેને તાત્કાલિક રાજકોટની સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. એક આશાસ્પદ યુવકનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. પોલીસે પૂછપરછ આદરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર પણ વાંચો : Bharuch: અંકલેશ્વર બેટમાં ફેરવાયું, હાંસોટ રોડની 15 સોસાયટીના પહેલા માળ સુધી પાણી ઘૂસ્યા, લોકો છત પર રહેવા મજબૂર, રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ

 

 

Nashik Ganja Cultivation Raid – નાસિક નજીક ડુંગરાળ વિસ્તારમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ; ₹૧.૪૭ કરોડના ૯૮૦ કિલો છોડ જપ્ત, એકની ધરપકડ
Amit Shah Clarifies Punjab CM Face Akali Dal – BJP-અકાલી દળમાં કોણ રહેશે ‘મોટો ભાઈ’? અમિત શાહે પંજાબમાં મુખ્યમંત્રી પદના ચહેરા અંગે સ્થિતિ કરી સ્પષ્ટ
  Sharad Pawar Joining Mahayuti Buzz – મહારાષ્ટ્રમાં ફરી બદલાશે સત્તાનું ગણિત? NDA અને મહાયુતિમાં શરદ પવારની એનસીપીના જોડાવા મુદ્દે ભાજપે દર્શાવ્યા સકારાત્મક સંકેત
CM Yogi Mother Last Rites પંચતત્વમાં વિલીન થયાં સીએમ યોગીના માતા સાવિત્રી દેવી હરિદ્વારના ચંડી ઘાટ પર સંપન્ન થયા અંતિમ સંસ્કાર
Exit mobile version