મહારાષ્ટ્રના પુણેના જુન્નરમાં એક ઘટના બની છે જ્યાં રાત્રિના અંધારામાં એક પીકઅપ જીપે બે બાઇક સહિત 8 લોકોને કચડી નાખ્યા હતા. આ ભયાનક અકસ્માતમાં બે બાળકો સહિત 5 લોકોના મોત થયા છે, જ્યારે 3 લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું જાણવા મળે છે.
નગર-કલ્યાણ હાઈવે પર લવણવાડીમાં આ ભયાનક અકસ્માત થયો છે. રાત્રિના અંધારામાં પુરપાટ ઝડપે આવતી પીકઅપ જીપે બે બાઇકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં આઠ લોકો કચડાઈ ગયા હતા. તેમાંથી એક બાળક સહિત એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ત્રણનું સારવાર દરમિયાન મોત થયું હતું. મૃતકોમાં બે શિશુ, બે પુરૂષ અને એક મહિલાનો સમાવેશ થાય છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અકસ્માતમાં બાઇક પર સવાર મુસાફર ખેત મજૂર હતા. આ તમામ ખેત મજૂરો પારનેર તાલુકાના પલાશી વનકુટે ખાતે ખેતરનું કામ પૂર્ણ કરીને નારાયણગાંવથી ઘરે જઈ રહ્યા હતા. દરમિયાન, એક દુર્ઘટના નગર-કલ્યાણ હાઈવે પર બની હતી જ્યાં એક પિક-અપ જીપે ટુ-વ્હીલર પર મુસાફરી કરી રહેલા આઠ લોકોને કચડી નાખ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : મુંબઈગરા પાણી સંભાળીને વાપરજો! અડધા શહેરમાં આ તારીખ સુધી પાલિકા મુકશે 15 ટકા પાણીકાપ.. જાણો શું છે કારણ
સ્થાનિક રહેવાસીઓએ માહિતી આપી છે કે પીક-અપ જીપનો ચાલક નશામાં હતો. આ અકસ્માત બાદ સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. દરમિયાન અકસ્માતમાં ઘાયલ મુસાફરોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.