News Continuous Bureau | Mumbai
પોલીસ આમ તો જનતાની સુરક્ષા માટે હોય છે, અને તે કામ તેઓ ચૂક વગર કરતા હોય છે, પરંતુ કોઇવાર પોલીસ સારું કામ કરવા માટે જાય ત્યાંજ આખું ગણિત ઉલટુ પડી ગયાના કિસ્સાઓ ઘણીવાર પ્રકાશમાં આવ્યા છે. અને આવો જ એ કિસ્સો જોવા મળ્યો છે મહારાષ્ટ્રના પુણે શહેરમાં.
Wear A Helmet, #Pune. 🌹 pic.twitter.com/4chdyj0lol
— पुणे शहर पोलीस (@PuneCityPolice) May 24, 2023
રોડ સેફ્ટી વીક અંતર્ગત પુણેમાં ટ્રાફિક પોલીસે એક અનોખી ઝુંબેશ શરૂ કરી છે. ઝુંબેશના ભાગરૂપે, પોલીસ હેલ્મેટ પહેરીને ગાડી ચલાવનાર વાહન ચાલકોને ગુલાબ આપી રહી છે. લોકો આગામી સમયમાં પણ હેલ્મેટ પહેરી પોતાની સુરક્ષાનું ધ્યાન રાખે આ માટે ઉતેજન આપવાનું આ કાર્ય છે. આ સાથે હેલ્મેટ વગરના લોકોને હેલ્મેટ પહેરીને અને સીટ બેલ્ટ ન પહેરનારાઓને સીટ બેલ્ટ પહેરીને જાગૃત કરવામાં આવ્યા.
આ સમાચાર પણ વાંચો: પશ્ચિમ રેલવેએ મુસાફરોની માંગને પહોંચી વળવા માટેઆ ટ્રેનમાં એસી 2-ટાયર કોચ ઉમેરવાનો કર્યો નિર્ણય.. એક ક્લિકમાં જાણો ટ્રેનની વિગતવાર માહિતી..