News Continuous Bureau | Mumbai
રાહુલ ગાંધીને ‘મોદી અટક’ ધરાવતા 2019માં દાખલ કરવામાં આવેલા ફોજદારી માનહાનિના કેસમાં ગુજરાતની સુરત જિલ્લા અદાલત દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યા છે. સુરત સેશન્સ કોર્ટ દ્વારા તેમને બે વર્ષની સજા ફટકારવામાં આવી છે. માનહાની કેસમાં રાહુલ ગાંધી આજે સુરત સેશન્સ કોર્ટમાં હાજર રહ્યા હતા. કોર્ટમાં તેમણે રજૂઆત કરી હતી કે, મારા નિવેદનથી કોઇને નુકસાન નથી થયું. કોઇને અપમાનિત કરવાનો મારો ઇરાદો ન હતો. હું ભ્રષ્ટાચાર સામે સતત અવાજ ઉઠાવતો રહું છું અને મારો ઇરાદો ખોટો નહોતો.
મહત્વનું છે કે આ મામલો રાહુલ ગાંધી દ્વારા ‘મોદી સરનેમ’ અંગે આપેલી ટિપ્પણી સાથે જોડાયેલો છે. રાહુલ વિરુદ્ધ કેસ તેમની ટિપ્પણીને લઈને નોંધવામાં આવ્યો છે જેમાં તેમણે કથિત રીતે કહ્યું હતું કે, “બધા ચોરોની સરનેમ મોદી જેવી જ કેમ છે?” આ કેસમાં ચુકાદો સંભળાવવામાં આવ્યો ત્યારે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી સુરત જિલ્લા કોર્ટમાં હાજર હતા. અગાઉ તેમણે કહ્યું હતું કે કોઈ તેને જે પણ સજા આપશે તે સ્વીકારશે.
આ સમાચાર પણ વાંચો : રાજ ઠાકરેનો એક ઝટકો અને બીએમસી ઠેકાણે આવી ગઈ. માહીમા દરિયાની અંદર બની રહેલી મસ્જિદનું ડિમોલિશન શરૂ.
આ મામલે સુરતની કોર્ટમાં રાહુલ ગાંધી વિરુદ્ધ કલમ 499 અને કલમ 500 હેઠળ કેસ દાખલ કરાયો હતો. કલમ 499માં કોઈ પણ વ્યક્તિ ના સન્માન અને પ્રતિષ્ઠા ના રક્ષણની જોગવાઈ છે અને બદનક્ષીનો દાવો દાખલ કરી શકાય છે. જ્યારે કલમ 500 હેઠળ સજાની જોગવાઈ છે. કલમ 499 હેઠળ દોષિતને જામીનની જોગવાઈ છે અને તેને સરળતાથી જામીન મળી જાય છે. જ્યારે 500 હેઠળ 2 વર્ષ સુધીની સજાની અથવા દંડની જોગવાઈ કરાઈ છે.