News Continuous Bureau | Mumbai
ગુજરાતને અડીને આવેલા રાજ્ય એટલે કે રાજસ્થાન (Rajasthan) માં હાલ કોમી તંગદીલી ફેલાઈ છે. પોલીસે ગુરુવારે જણાવ્યું હતું કે, એક મુસ્લિમ વ્યક્તિની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી અને તેનો ભાઈ પણ તે હુમલામાં ઘાયલ થયા બાદ ભીલવાડા (Bhilwada) શહેરમાં ઈન્ટરનેટ સેવા ( internet ) 48 કલાક માટે સસ્પેન્ડ (Suspend) કરવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, છ મહિના પહેલા થયેલી એક હત્યાનો બદલો લેવા માટે બાઇક પર આવેલા ચાર હુમલાખોરોએ બંને ભાઈઓ પર ગોળીબાર કર્યો હતો.
આ સમાચાર પણ વાંચો: વાસ્તુ ટીપ્સઃ માટીની બનેલી આ વસ્તુઓને રાખો તમારા ઘરમાં, ચમકશે તમારું ભાગ્ય
અધિક પોલીસ મહાનિર્દેશક (કાયદો અને વ્યવસ્થા) હવા સિંઘ ઘુમરિયાએ મીડિયાને જણાવ્યું હતું કે વિવિધ સ્થળોએ ટોળાં એકઠાં થયા હોવા ની માહિતી બહાર આવ્યા પછી સાવચેતીના પગલા તરીકે શહેરમાં વધારાની પોલીસ દળ તૈનાત કરવામાં આવી છે.
પોલીસે જણાવ્યું કે હુમલાનો ભોગ બનેલા એક વ્યક્તિનું સારવાર દરમિયાન ત્યાં મોત નીપજતાં પીડિતોના પરિવારજનો અને તેમના સમર્થકોએ હોસ્પિટલમાં તોડફોડ કરી હતી.