Wednesday, June 7, 2023

રાજકોટવાસીઓ આનંદો: ભર શિયાળે વગર વરસાદે આજી ડેમનાં પાણીની સપાટી સાડા ત્રણ ફૂટ વધી.

રાજકોટવાસીઓ આનંદો: ભર શિયાળે વગર વરસાદે આજી ડેમનાં પાણીની સપાટી સાડા ત્રણ ફૂટ વધી

by AdminM
Rajkot Aji dam water level increased in winter season

News Continuous Bureau | Mumbai

રાજકોટવાસીઓ આનંદો: ભર શિયાળે વગર વરસાદે આજી ડેમનાં પાણીની સપાટી સાડા ત્રણ ફૂટ વધી ભર શિયાળે રાજકોટની જીવાદોરી સમાજ આજી ડેમની જળ સપાટીમાં સાડા ત્રણ ફૂટનો વધારો થયો છે. 29 ફુટે ઓવર ફ્લો થતા આજી ની સપાટી 22.77 ફૂટે પહોંચી જવા પામી છે. ડેમાં હાલ 538.94 એમસીએફટી પાણી સંગ્રહીત છે. રાજકોટવાસીઓએ ચોમાસા સુધી પીવાના પાણીની હાડમારી વેઠવી ન પડે તે માટે કોર્પોરેશન દ્વારા રાજ્ય સરકાર પાસે 1350 એમસીએફટી નર્મદાના નીર સૌની યોજના અંતર્ગત માંગવામાં આવ્યું હતું. ગત ર1મી જાન્યુઆરીથી આજી ડેમમાં નર્મદાના નીર ઠાલવવાનું શરુ કરાયું હતું. ત્યારે ડેમની સપાટી 19.42 ફૂટ હતી અને ડેમમાં 382.61 એમસીએફટી પાણી સંગ્રહીત હતું. છેલ્લા 17 દિવસમાં આજી ડેમમાં 276.27 એમસીએફટી નર્મદાનું નીર ઠાલવવામાં આવ્યું છે.

આ સમાચાર પણ વાંચો :  Stroke Symptoms: જો અચાનક વિચારવામાં કે બોલવામાં તકલીફ થાય તો સમજવું કે તમને સ્ટ્રોક આવવાનો છે! કેવી રીતે બચાવ કરવો તે જાણો

હજી 3રપ એમસીએફટી પાણી ઠાલવવામાં આવશે ત્યારબાદ મે માસમાં વધુ 3પ0 એમસીએફટી પાણી ઠાલવવામાં આવશે જયારે ન્યારી-1 ડેમ માં પણ 270 એમસીએફટી નર્મદાના નીર ઠાલવાશે વગર વરસાદે આજીની સપાટીમાં 3.50 ફૂટનો વધારો નોંધાયો છે. દૈનિક 20 થી રપ એમસીએફટી નર્મદાનું પાણી ઠલવાય રહ્યું છે.

Join Our WhatsApp Community

You may also like

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

To explore your career & collaborate with us pls write to us on following email id newscontinuous@hotmail.com

@2022 – All Right Reserved. Designed and Developed by News Continuous