News Continuous Bureau | Mumbai
ગ્લોબલ વોર્મિગના કારણે વિવિધ અસરો પણ વિપરીત કુદરતી રીતે જોવા મળી રહી છે. તેમાં પણ દરીયાઈ સપાટીનો વિસ્તાર વધી રહ્યો છે. પછી એ ગુજરાત હોય કે અન્ય વિસ્તારોમાં આ સ્થિતિ ઓછા વત્તા અંશે જોવા મળી રહી છે.
ગુજરાતમાં દરિયાકાંઠાની 537 કિ.મી. જમીનમાં દરિયાઈ પાણી ઘૂસતા ચિંતાનું મોજું ફરી વળ્યું છે. કેમ કે, સી લેવલ દિવસેને દિવસે વધી રહ્યું છે જેના કારણે દરીયાકાંઠા વિસ્તાર આગળ વધી રહ્યો છે. ત્યારે ઈન્ટરગવર્મેન્ટ પેનલ ફોર ક્લાયમેટ ચેન્જના રીપોર્ટ અનુસાર કચ્છ, પોરબંદર, ભરુચ, ભાવનગર તેમજ જામનગર સહીતના વિસ્તારમાં જોખમ વધી રહ્યું હોવાનું સામે આવ્યું છે.
આ સમાચાર પણ વાંચો: સંસદમાં આજે પણ હંગામો, સંસદની કાર્યવાહી પહેલા ખડગેએ કરી વિપક્ષની બેઠક
ખાસ કરીને ગ્લોબલ વોર્મિંગના કારણે દરિયાકાંઠાની જમીનનું ઝડપથી ઝોરણ થઈ રહ્યું છે. ગુજરાતમાં 1600 કિમી લાંબો છે ત્યારે તજજ્ઞોનું માનવું છે કે, દરિયાઈ જળસ્તર તિવ્રતાથી આગળ વધી રહ્યું છે. ખાસ કરીને વધતા ઔધોગિકીકરણ, આડેધડ ખોદકામને કારણે દરિયો જમીન તરફ આગળ વધી રહ્યો છે.
ચિંતાજનક વાત તો એ છે કે, ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારની 537 કીમી જમીન દરિયો ગળી ગયો છે. આ જોતા એવો અંદાજ પણ ગલાવી શકાય છે કે, તેના કારણે ભૂગોળની સ્થિતિ કેટલાક વિસ્તારોમાં બદલાઈ શકે છે. ખાસ કરીને દરીયાની સપાટી ધીમે ધીમે આગળ વધતા જમીન દરીયામાં ગરકાવ થઈ શકે છે.
Join Our WhatsApp Community