સારબરમતી નદીના બે રુપ જોવા મળી રહ્યા છે. રીવરફ્રન્ટ પાસેની નદીમાં પાણી દૂરથી ચોખ્ખુ જોવા મળે છે પરંતુ 11 કિમીથી આગળ જતા નદીનું બીજું સ્વરુપ પણ જોવા મળે છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના રીપોર્ટ મુજબ સાબરમતી નદી દેશની બીજા નંબરની પ્રદૂષિત નદી છે જેથી આ પાણી પીવા લાયક પણ ના કહી શકાય. નદીમાં શહેરી વિસ્તારમાં આવતો જે ભાગ છે તેમાં પાણી શુદ્ધ જોવા મળે છે પરંતુ નદીના પાછળના ભાગમાં દૂષિત પાણી ઠાલવવામાં આવી રહ્યું છે.
રાયસણ અને વૌઠા પાસેથી સેમ્પલ લેવામાં આવ્યા હતા
સાબરમતીના શુદ્ધિકરણ માટે બે વર્ષની અંદર 77.22 કડોરનો ખર્ચ થયો છતાં પણ નદીને પ્રદૂષિત થતી અટકાવી શકાઈ નથી. સાબરમતી નદીમાં રાયસણ અને વૌઠા પાસેથી સેમ્પલ લેવામાં આવ્યા હતા. સાબરમતીમાં નદીમાં ગટરના પાણી પણ ઠલવાય છે.
હાઈકોર્ટે પણ જોડામ કાપવા માટે આદેશ કર્યો હતો
ખાસ કરીને ઉદ્યોગોના પાણી છોડવાને લઈને પણ અનેક ફરીયાદો સામે આવી રહી છે. સાબરમતી નદીને પ્રદૂષિત થતી અટકાવવા માટે અગાઉ હાઈકોર્ટે પણ જોડામ કાપવા માટે આદેશ કર્યો હતો ત્યારે કેટલાક જોડાણ કપાયા હતા પરંતુ તે છતાં પણ એજ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. અગાઉ સોસાયટીઓના દૂષિત પાણી પણ નદી સુધી પહોંચતા હતા. ત્યારે અત્યારે નદીમાં પ્રદૂષણ રીપોર્ટ અનુસાર જોવા મળી રહ્યું છે. પ્રાપ્ત થતી વિગતો અનુસાર સાબરમતી નદીની અંદર 292 એમજી1 બીઓડી છે.
આ સમાચાર પણ વાંચો : રેલવેની પહેલી ટ્રેન, પહેલું સ્ટેશન, પહેલો ટ્રેક… આ ઈતિહાસ જોઈને તમને આશ્ચર્ય થશે
વર્ષવાર કરવામાં આવ્યો અટલો ખર્ચ
અમદાવાદ મ્યુનિસિપાલિટીએટ શુદ્ધિકરણ માટે 2020-21માં 56.08 કરોડ અને 2021-22માં કરોડ મળી બે વર્ષમાં 77.22 કરોડ ખર્ચ કર્યો છે છતાં નદીને પ્રદૂષિત થતી અટકાવી શકાઈ નથી. સારબમતી નદીમાં દૂષિત પાણી ઠાલવવાને લઈને હાઈકોર્ટ દ્વારા વારંવાર ફટકાર લગાવવામાં આવી રહી છે આ ઉપરાંત રીપોર્ટ પણ અગાઉ મંગાવવામાં આવ્યો હતો.