News Continuous Bureau | Mumbai
દિવ્યાંગોને નાણાંકીય સહાય પૂરી પાડી તેમનું સમાજમાં પુન: સ્થાપન થાય, તે હેતુસર ગુજરાત સરકારના સમાજ સુરક્ષા વિભાગ અંતર્ગત સંત સુરદાસ યોજના અમલી બનાવાઈ છે. રાજકોટ જિલ્લામાં ૯૩૬ દિવ્યાંગો સંત સુરદાસ યોજનાનો લાભ લઈ રહ્યા છે. જે પૈકી વર્ષ ૨૦૨૨-‘૨૩ માટે અત્યાર સુધીમાં આવેલી કુલ ૧૨૧ અરજીઓને મંજૂર કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે સંત સુરદાસ યોજનાનો લાભ ગરીબી રેખા હેઠળ આવતા બી.પી.એલ. કાર્ડમાં ૦થી ૨૦ સ્કોરમાં સમાવિષ્ટ દિવ્યાંગ વ્યક્તિને મળવાપાત્ર છે. આ યોજના હેઠળ લાભાર્થીને માસિક રૂ. ૧૦૦૦ની સહાય પોસ્ટ અથવા બેંક ખાતામાં ડી.બી.ટી. મારફતે આપવામાં આવે છે. સંત સુરદાસ યોજના હેઠળ esamajkalyan.gujarat.gov.in પોર્ટલ પર ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવે છે. આ યોજનાનો લાભ ડીજીટલ ગુજરાત પોર્ટલ ઉપર ડીજીટલ સેવા સેતુ અંતર્ગત ઇ-ગ્રામ કેન્દ્રો મારફતે માત્ર એક જ દિવસમાં અપાય, તેવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : ઉનાના કાણકબરડા ગામે ખાટલા ભરવાની અદભુત કલાકારી જાણતા અદભુત કલા નું પ્રદશન કરી પોતાની કલા ખુલી મૂકી
વધુ માહિતી માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, બહુમાળી ભવન, ગ્રાઉન્ડ ફ્લોર, બ્લોક નં. ૦૫, એસ.બી.આઈ. બેંકની સામે, રાજકોટ ખાતે (ફોન નં. ૦૨૮૧-૨૪૪૮૫૯૦) અથવા જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની કચેરી, બહુમાળી ભવન, ચોથો માળ, બ્લોક નં. ૫, રેસકોર્ષ રોડ રાજકોટ ખાતે (ફોન નં. ૦૨૮૧-૨૪૫૮૫૯૦) પર સંપર્ક કરી શકાશે.
Join Our WhatsApp Community