શરદ પવારની ઉદ્ધવ ઠાકરે ને સુફિયાણી સલાહ. કહ્યું ચૂંટણી પંચનો આદેશ સ્વીકાર કરો અને નવું પ્રતિક લઈ લો.

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના વડા શરદ પવારે શુક્રવારે તેમના સાથી ઉદ્ધવ ઠાકરે જૂથના "ધનુષ અને તીર" પ્રતીકના સંદર્ભેના ચૂંટણી કમિશનના આદેશ પર ટિપ્પણી કરી હતી.

by Dr. Mayur Parikh
Sharad Pawar advice to Uddhav Thackeray to accept new symbol

 News Continuous Bureau | Mumbai

તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ઉદ્ધવ ઠાકરેના નવા ચિન્હ પર લોકો વિશ્વાસ કરશે.

કેન્દ્રીય ચૂંટણી પંચે ઉદ્ધવ ઠાકરેની વિરુદ્ધમાં ચુકાદો આપ્યા બાદ હવે મહારાષ્ટ્રમાં રાજનૈતિક ટિપ્પણીઓ વધી ગઈ છે. એક મહત્વના ઘટનાક્રમમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારે ( Sharad Pawar ) ટિપ્પણી કરતા કહ્યું છે કે ઉદ્ધવ ઠાકરે ( Uddhav Thackeray ) એ ચૂંટણી પંચના આદેશનો સ્વીકાર કરવો જોઈએ તેમજ નવા પ્રતીકને લઈને આગળ વધવું જોઈએ.

પત્રકારો સાથે વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું કે ભૂતકાળમાં કોંગ્રેસ પાર્ટી એ પણ પોતાનું ચૂંટણી ચિન્હ બદલવું પડ્યું હતું. સમય જતા લોકો નવા ચૂંટણીના ચિન્હને સ્વીકારતા થઈ ગયા અને કોંગ્રેસ પાર્ટી એ દેશ પર વર્ષો સુધી રાજ્ય કર્યું હતું.. આ જ રીતે ઉદ્ધવ ઠાકરે નવા સિમ્બોલ સાથે મેદાનમાં ઉતરશે તો લોકો તેનો સ્વીકાર કરશે. તેમણે વધુમાં એવું પણ કહ્યું હતું કે આ સમગ્ર વિવાદ આગામી એક મહિનામાં શાંત પડી જશે. મહત્વનું એ છે કે ઉદ્ધવ ઠાકરે પોતાનું કામ ચાલુ રાખે અને નવા સિમ્બોલ સાથે આગળ વધે.

આ સમાચાર પણ વાંચો : આખરે આ સાદિક અલી કેસ શું છે? જેને કારણે ઉદ્ધવ ઠાકરે એ શિવસેના ગુમાવવી પડી.

Join Our WhatsApp Community

You may also like