News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે વરિષ્ઠ રાજકારણી શરદ પવારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. શરદ પવારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ પદ છોડવાની જાહેરાત કરી છે. તેમના પુસ્તકના વિમોચન માટેનો એક કાર્યક્રમ આજે મુંબઈમાં વાયબી ચવ્હાણ સેન્ટરમાં યોજાઈ રહ્યો છે.
#WATCH | "I am resigning from the post of the national president of NCP," says NCP chief Sharad Pawar pic.twitter.com/tTiO8aCAcK
— ANI (@ANI) May 2, 2023
એનસીપી પ્રમુખ પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરતા શરદ પવારે કહ્યું કે હું અધ્યક્ષ પદ પરથી નિવૃત્તિ લઈ રહ્યો છું.
શરદ પવારેજૂન 1999માં કોંગ્રેસથી અલગ થઈને NCPની રચના કરી હતી. શરદ પવારે તાજેતરમાં જ આ વાતનો સંકેત આપ્યો હતો જ્યારે તેમણે કહ્યું હતું કે રોટલી સમયસર ન ફેરવાય તો બળી જાય છે.