Site icon

આ વર્ષની શિવ જયંતિ હશે ખાસ! આગ્રાના આ કિલ્લામાં ઉજવાશે છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ.. પુરાતત્વ વિભાગે આપી મંજૂરી

શિવ જયંતિ પહેલા જ શિવભક્તો માટે સારા સમાચાર છે. કારણ કે હવે પુરાતત્વ વિભાગે આગ્રાના ઐતિહાસિક કિલ્લામાં શિવ જયંતિ મનાવવાની પરવાનગી આપી દીધી છે.

Shiv Jayanti to be celebrated at ‘Diwan-e-Aam’ in Agra Fort

આ વર્ષની શિવ જયંતિ હશે ખાસ! આગ્રાના આ કિલ્લામાં ઉજવાશે છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ.. પુરાતત્વ વિભાગે આપી મંજૂરી

News Continuous Bureau | Mumbai

શિવ જયંતિ પહેલા જ શિવભક્તો માટે સારા સમાચાર છે. કારણ કે હવે પુરાતત્વ વિભાગે આગ્રાના ઐતિહાસિક કિલ્લામાં શિવ જયંતિ મનાવવાની પરવાનગી આપી દીધી છે.

Join Our WhatsApp Community

મહારાષ્ટ્ર સહિત દેશભરના શિવભક્તો માટે સારા સમાચાર છે. કારણ કે હવે પુરાતત્વ વિભાગે ઉત્તર પ્રદેશના આગ્રાના કિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ ઉજવવાની પરવાનગી આપી દીધી છે. મહારાષ્ટ્ર સરકાર અને અજિંક્ય દેવગિરી ફાઉન્ડેશને આગ્રાના કિલ્લામાં શિવ જયંતિ ઉજવવાની પરવાનગી માંગી હતી. જે બાદ પુરાતત્વ વિભાગે શિવ જયંતિની પરવાનગી આપવાનો નિર્ણય લીધો છે. ‘દિવાન-એ-આમ’માં શિવ જયંતિ ઉજવાશે. આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હાજર રહેશે તેવા અહેવાલ છે.

મહારાષ્ટ્ર સરકાર અને અજિંક્ય દેવગિરી ફાઉન્ડેશને આગ્રાના કિલ્લામાં શિવ જયતિની ઉજવણી કરવાની પરવાનગી માંગી હતી. પરંતુ સ્થાનિક વહીવટીતંત્ર અને પુરાતત્વ વિભાગ દ્વારા વારંવાર શિવ જયંતિની પરવાનગી આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. પરંતુ શિવ જયંતિને ચાર દિવસ બાકી છે ત્યારે પુરાતત્વ વિભાગે શિવ જયંતિ ઉજવવાની મંજુરી આપી દીધી છે. આ કાર્યક્રમમાં મહારાષ્ટ્ર અને યુપીના મુખ્યમંત્રીઓ સહિત અનેક દિગ્ગજ નેતાઓ હાજર રહેશે. આ ઉપરાંત મહારાષ્ટ્ર સહિત દેશભરમાંથી શિવભક્તો આ કાર્યક્રમમાં ભાગ લેશે.

આ સમાચાર પણ વાંચો :  20 વર્ષ પછી ચીન ગયા ઈરાનના રાષ્ટ્રપતિ, અમેરિકા વિરોધી આ દેશની મુલાકાતથી ભારતને કેમ છે ખતરો?

સાડા ​​ત્રણસો વર્ષ પહેલાં આગ્રાના આ કિલ્લામાં શિવ છત્રપતિએ સ્વાભિમાન અને ગર્વ દર્શાવ્યો હતો. આવા ‘દીવાન-એ-આમ’માં શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે આગ્રાના કિલ્લાના આકાશમાં શિવ છત્રપતિનો જયઘોષ ગુંજી ઉઠશે. એ દૃષ્ટિએ આ વર્ષની શિવ જયંતિ ખાસ બની રહેવાની છે.

New Criminal Laws: નવા ફોજદારી કાયદાઓના અમલવારીમાં મહારાષ્ટ્ર અગ્રેસર
PM Modi: ‘RJDને ૬૫ વોલ્ટનો જોરદાર આંચકો!’ PM મોદીએ સીતામઢીમાં લાલટેન (RJDનું પ્રતીક) પર કર્યો સીધો હુમલો!
Mali Terrorism: મોટો ખતરો,માલીમાં અલ-કાયદા અને ISISની આડમાં આતંકવાદીઓએ ૫ ભારતીય કામદારોનું અપહરણ કર્યું.
Maharashtra Weather: ચેતવણી! મહારાષ્ટ્રના હવામાનમાં પલટો, ચક્રવાતને કારણે આગામી ૨૪ કલાક અતિભારે, વરસાદના મોટા સંકેતો.
Exit mobile version