દેશના આ રાજ્યમાં બાળક પેદા કરવા પર મળશે ઇન્ક્રીમેન્ટ, બે બાળક તો બે ઇન્ક્રીમેન્ટ. આ ઉપરાંત અનેક સરકારી સહાય. જાણો વિગત.

એક તરફ ભારત દેશ વસ્તી વધારાને કારણે સમસ્યાનો સામનો કરી રહ્યો છે ત્યારે બીજી તરફ સિક્કિમ સરકારે પોતાના રાજ્યની આબાદીને ટકાવી રાખવા માટે નવી યોજના લાગુ કરી છે.

by Dr. Mayur Parikh
Sikkim CM announces incentives for indigenous communities to produce more children

News Continuous Bureau | Mumbai

સિક્કિમના ( Sikkim CM ) મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાંગે સ્થાનિક સમુદાયને વધારે બાળકો પેદા કરવા ( produce more children ) પ્રોત્સાહિત કરવા માટે યોજનાની જાહેરાત કરી હતી. હાલના દિવસોમાં સિક્કિમમાં પ્રજ્નન દર ઓછો જોવા મળતા પ્રતિ મહિલા એકથી ઓછા બાળક નોંધવામાં આવ્યા છે. જેથી સ્થાનિક સમુદાયની વસ્તી સતત ઘટી રહી છે.

શા માટે આ યોજના લાગુ કરવામાં આવી?

પ્રાપ્ત થતી માહિતી અનુસાર, દક્ષિણ સિક્કિમના જોરેથંગ શહેરમાં માઘે સંક્રાંતિ મહોત્સવને સંબોધિત કરતા મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાંગે સ્થાનિક સમુદાયની ઘટતી વસ્તીને લઈને મહત્વપૂર્ણ ઘોષણા કરી હતી. તમાંગે આ પ્રસંગે જણાવ્યું કે, સ્થાનિક સમુદાયને ઘટતી વસ્તીમાં સુધાર લાવવા માટે પ્રોત્સાહિત કરવાની જરૂર છે.

આ સમાચાર પણ વાંચો:  UNએ હાફિઝ સઈદના સંબંધી અબ્દુલ રહેમાન મક્કીને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો, ભારતને સફળતા મળી

શું આર્થિક લાભ મળશે?

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, તેમની સરકાર નોકરી કરતી મહિલાઓને ૩૬૫ દિવસની માતૃત્વ રજા તેમજ પુરુષ કર્મચારીઓને ૩૦ દિવસની પિતૃત્વ રજાની ઘોષણા કરી ચૂકી છે. આ ઉપરાંત, રાજ્ય સરકારે મહિલા કર્મીઓને બીજા બાળક પર એક વેતન વૃદ્ધિ અને ત્રીજા બાળક પર બે વેતન વૃદ્ધિની જાહેરાત કરી છે.

આ સાથે જ સિક્કિમની હોસ્પિટલોમાં આઈવીએફની સુવિધાની શરૂઆત કરી છે. જેથી કરીને આ વિષયને લઈને સમસ્યાનો સામનો કરી રહેલી મહિલાઓને ગર્ભઘારણ કરવા માટે પ્રોત્સાહિત કરી શકાય. આઈવીએફના માધ્યમથી બાળક પેદા કરનાર મહિલાને રૂપિયા ૩ લાખની ગ્રાંટ આપવામાં આવશે.

Join Our WhatsApp Community

You may also like