Site icon News Continuous Bureau | Mumbai

નવા વર્ષ પહેલા હિમાચ્છાદિત થયા ઉત્તરાખંડ શિખરો, આ વિસ્તારોમાં ફરી એકવાર થઇ હિમવર્ષા; જુઓ સુંદર તસવીરો અને વિડીયો…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 28 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

મંગળવાર. 

ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં ફરી એકવાર હિમવર્ષા શરૂ થઈ ગઈ છે. રવિવારે મોડી સાંજે ઉત્તરાખંડના પર્યટન સ્થળો ઔલી, ચોપતા-દુગલબિટ્ટા, બદ્રીનાથ સહિતના ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા થઈ હતી. જે બાદ સોમવારે સવારે બદ્રીનાથ ધામ સહિત ઓલીમાં અદ્દભુત નજારો જોવા મળ્યો હતો.


 

ઉત્તરાખંડના કેદાર ઘાટીના હિમાલયના વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી થઈ રહેલી હિમવર્ષાને કારણે સમગ્ર કેદાર ઘાટી ઠંડીની ચપેટમાં આવી ગયું છે. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદના અભાવે ઠંડી પડી રહી છે. આવી સ્થિતિમાં કેદાર ઘાટીમાં ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. કેદારનાથ, તુંગનાથ, મદમહેશ્વરની સાથે ચોપતામાં પણ રવિવારે હિમવર્ષા થઈ હતી. મીની સ્વિટ્‌ઝર્લેન્ડના ચોપતામાં બરફવર્ષાનો આનંદ માણવા સાથે નવા વર્ષની ઉજવણી કરવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે. આવી સ્થિતિમાં હિમવર્ષાના કારણે મોટી સંખ્યામાં પ્રવાસીઓના આગમનથી સ્થાનિક વેપારીઓના ચહેરા પણ ખીલી ઉઠ્‌યા છે. 

બીજી તરફ, હવામાન વિજ્ઞાન કેન્દ્ર દેહરાદૂનની આગાહી અનુસાર, રાજ્યના ઉત્તરકાશી, ચમોલી અને પિથોરાગઢ જિલ્લામાં અલગ-અલગ સ્થળોએ, ખાસ કરીને ઊંચાઈવાળા સ્થળોએ હળવો વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. આ સિવાય બાકીના જિલ્લાઓમાં હવામાન શુષ્ક રહેશે. ૩૦૦૦ મીટર અને તેનાથી વધુ ઉંચાઈવાળા સ્થળોએ હિમવર્ષા થવાની સંભાવના છે. 

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દેહરાદૂનમાં આજે આકાશ સ્વચ્છ રહેશે, સવારે અંશતઃ વાદળછાયું વાતાવરણ રહેશે. તે જ સમયે, મહત્તમ તાપમાન ૧૭ ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન ૮ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે. ૩૦ ડિસેમ્બરે પણ કુમાઉ વિભાગના પર્વતીય વિસ્તારોમાં હવામાન ખરાબ રહેશે. હળવો વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે.  

મુંબઈમાં અઠવાડિયાની અંદર જ કોરોના કેસમાં થયો બમણો વધારો, શું આ કારણથી શહેરમાં કેસ વધી ગયા છે? જાણો વિગત
 

CM Yogi Mother Last Rites પંચતત્વમાં વિલીન થયાં સીએમ યોગીના માતા સાવિત્રી દેવી હરિદ્વારના ચંડી ઘાટ પર સંપન્ન થયા અંતિમ સંસ્કાર
Electric Hydrofoil Ship પાણી પર ઉડતી ઇલેક્ટ્રિક વોટર ટેક્સી! મહારાષ્ટ્રમાં ભારતના પ્રથમ 100% ઇલેક્ટ્રિક હાઇડ્રોફોઇલ જહાજ ‘કંડેલા P12’ એ ભરી ઉડાન
UP Election 2027 યુપીના રાજકારણમાં નવો વળાંક કોંગ્રેસ સામે અખિલેશ યાદવે મૂકી મોટી શરત, બેઠક વહેંચણીની ચર્ચાઓ તેજ બનતા ચૂંટણી જંગ રસપ્રદ બનશે
Illegal Flammable Material Transport જ્વલનશીલ પદાર્થોની ગેરકાયદેસર હેરફેર કરનારાઓની હવે ખેર નહીં! પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકના કડક કાર્યવાહીના આદેશ
Exit mobile version