News Continuous Bureau | Mumbai
ડાકોર મંદિર 252માં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે શ્રી રણછોડરાયના પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોરમાં શ્રી રણછોડરાયના પાટોત્સવ 251માં વર્ષ પૂર્ણ કરી 252માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. ત્યારે આજે સવારે 6:45 ના અરસામાં મંગળા આરતીમાં ભાવિક ભક્તોને ભીડ જોવા મળી હતી. ભગવાનને લાલ વસ્ત્રમાં સાંજ સજી શંખચક્ર પદ્મ ગદા ચતુર્ભુજ સ્વરૂપમાં શણગાર કરવામાં આવ્યો હતો. આરતીમા ધાણી ખજૂર ચણાનો પ્રસાદ ધરાનો વિશેષ મહિમા છે. કેસુડાના પાણીનો ભાવિક ભક્તો ઉપર છંટકાવ કરવામાં આવ્યો હતો. સપ્તરંગોથી અબીલ ગુલાલ ગુલાબી પીળો જામલી વાદળી કેસરી બધા જ રંગોથી હોળી ખેલ રમવામાં આવ્યો હતો. ભાવિક ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવી છે.
આજે ડાકોર ગામમાં ભાવિક ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું 252માં વર્ષમાં મંગલ પ્રવેશ કરવાની સાથે આજે મહાભોગના દર્શન કરવા માટે દૂર દૂરથી ભાવિક ભક્તો રાજા રણછોડજીના દ્વારે આવી પહોંચ્યા હતા. મંદિરમાં કોણ છે રાજા રણછોડ છે ગગન બેદી નારા લાગ્યા હતા. મંદિર પરિસર ભક્તિમય બન્યુ હતું. અહીયા દરેકની મનોકામના પૂર્ણ થાય છે એટલે જ ભાવિક ભક્તો ધોરી ધજાની માનતા રાખતા હોય છે. માનતા પૂરી થતાં જ રાજા રણછોડજીના દ્વારે આવી ધજા પૂજા શિખર પૂજા કરી બ્રાહ્મણ દ્વારા રાજા રણછોડજીના શિખર પર ચઢાવવામાં આવે છે. વર્ષોની પરંપરા પર પ્રમાણે આજે ડાકોર ગામમાં ભાવિક ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે.
આ સમાચાર પણ વાંચો : શું તમે પૈસા કમાવા માંગો છો? ChatGPT તમને કરી શકે છે મદદ, જાણો કેવી રીતે કરશો ઉપયોગ
મંદિર પ્રશાસન દ્વારા અને સેવક આગેવાન મિત્રો દ્વારા આજે સાંજે મંદિર પરિસરને રોશનીથી શણગારવામાં આવે છે. આજે મંદિર પરિસરમા ઘીના દિવડાઓથી દીપમાળો જગમગી ઊઠે છે. દિવાળી કરતાં પણ વિશેષ મહત્વ આજની ઘીના દીવાની રોશની કરવામાં આવે છે.આ રોશની જોવા માટે અને રાજા રણછોડના દર્શન કરવા માટે દૂર દૂરથી સાજના સમયે ભાવિકો ઉમટી પડે છે.
Join Our WhatsApp Community