271
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 3 ફેબ્રુઆરી 2022
ગુરુવાર
મહારાષ્ટ્રમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ ઑફલાઈન જ લેવામાં આવશે.
મીડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલો મુજબ નક્કી થયેલા કાર્યક્રમમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.
એટલે કે પરીક્ષાઓ નિયત સમયપત્રકના આધારે લેવામાં આવશે.
મંગળવારે શિક્ષણ પ્રધાન વર્ષા ગાયકવાડ અને મહારાષ્ટ્ર રાજ્ય શિક્ષણ બોર્ડના પ્રમુખ અને પદાધિકારીઓની એક મહત્વપૂર્ણ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું કહેવાય છે.
ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા મહારાષ્ટ્રના જુદા જુદા શહેરોમાં હજારો વિદ્યાર્થીઓ ઓનલાઈન પરીક્ષાઓ અને પરીક્ષાની તારીખો લંબાવવાની માંગ માટે રસ્તા પર ઉતરી આવ્યા હતા.
આ પછી સવાલ એ ઊભો થયો કે શું પરીક્ષાઓને લગતા નિયમોમાં કોઈ ફેરફાર થશે કેમ.
વેસ્ટ ઇન્ડિઝ સામેની સિરીઝ પહેલા ટીમ ઇન્ડિયામાં કોરોનાની એન્ટ્રી, આટલા સ્ટાર ખેલાડીઓ થયા કોરોનાથી સંક્રમિત; જાણો વિગત
You Might Be Interested In