Site icon News Continuous Bureau | Mumbai

Heatwave Alert: સાયલન્ટ ડિઝાસ્ટર “હીટવેવ”ની વિપરીત અસરોથી બચવા માટે રાજ્ય સરકારે માર્ગદર્શિકા જાહેર કરી

Heatwave Alert: ઉનાળાની ગરમીમાં લૂ લાગવાથી બચવા માટે આટલું જરૂર કરો….

સાયલન્ટ ડિઝાસ્ટર “હીટવેવ”ની વિપરીત અસરોથી બચવા માટે રાજ્ય સરકારે માર્ગદર્શિકા જાહેર કરી

સાયલન્ટ ડિઝાસ્ટર “હીટવેવ”ની વિપરીત અસરોથી બચવા માટે રાજ્ય સરકારે માર્ગદર્શિકા જાહેર કરી

News Continuous Bureau | Mumbai

* હીટવેવ દરમિયાન શક્ય હોય ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળવું
* પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ શરબત અને છાશ જેવા પ્રવાહીનું સેવન કરવું
* બજારમાં મળતો ખુલ્લો, વાસી ખોરાક ખાવો નહી, બજારમાં મળતા બરફનો ઉપયોગ પણ ટાળવો

Join Our WhatsApp Channel

લૂ કે હીટસ્ટ્રોકના લક્ષણ જણાય તો તાત્કાલીક નજીકના ડોક્ટર, આરોગ્ય કેન્દ્ર અથવા સરકારી દવાખાનાનો સંપર્ક કરવો

Heatwave Alert: ઉનાળાની કાળઝાળ ગરમીમાં સાયલન્ટ ડિઝાસ્ટર “હીટવેવ”થી માનવજીવન ખૂબ જ પ્રભાવિત થાય છે. ગુજરાતના નાગરિકો ઉનાળાની ગરમીમાં પોતાના પરિવારને હિટવેવની વિપરીત અસરોથી બચાવી શકે તે માટે રાહત કમિશનરની કચેરી દ્વારા “હિટવેવ” માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.

ઉનાળામાં હીટવેવની સંભવિત અસરોને નિવારીને રક્ષણ મેળવી શકાય તે અર્થે માર્ગદર્શિકામાં હીટવેવના લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયો દર્શાવવામાં આવ્યા છે.

આ સમાચાર પણ વાંચો :  Waqf Amendment Bill: વકફ બિલ વિરુદ્ધ કોંગ્રેસ જશે સુપ્રીમ કોર્ટ, DMK પહેલેથી જ કરી છે જાહેરાત

લૂ અથવા હિટ સ્ટ્રોકથી બચવાના ઉપાય

* પુષ્કળ પ્રમાણમાં ઠંડુ પાણી, લીંબુ શરબત, છાશ, તાડફળી, નારીયેળનું પાણી, ખાંડમીઠાનું દ્રાવણ અને ORS જેવા પ્રવાહીનું સેવન કરવું
* નાગરીકોએ વધુ પડતો શ્રમ ટાળવો અને શક્ય હોય ત્યાં સુધી તડકામાં ફરવાનું પણ ટાળવું
* ભરબપોરે કામ પર જતા સમયે થોડો સમય છાયડામાં આરામ કરવો
* ઠંડક માટે માથા પર ઠંડુ ભીનું કપડું રાખવું અને શ્રમિકોએ કામના સમયે ઉઘાડા શરીરે ફરવું નહીં.
* ઉપવાસ કરવાનું ટાળવું
* મંદિર, મસ્જિદ, થિયેટર, શોપીંગ મોલ જેવા ઠંડક વાળા સ્થળોએ જવું
* ઘર, ઓફીસ અથવા અન્ય કામ કરતી જગ્યાએ પંખા, કુલર તેમજ ACનો ઉપયોગ કરવો.
* સગર્ભા માતા, નાના બાળકો, વૃદ્ધો તેમજ અશક્ત અને બિમાર વ્યકિતઓનું ખાસ ધ્યાન રાખવું.
* હીટવેવ દરમિયાન શક્ય હોય ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળવું
* બહાર નીકળતા સમયે આખું શરીર અને માથું ઢંકાય તેવા સફેદ-સુતરાઉ અને ખુલ્લા કપડાં પહેરવા
* બહાર નીકળતી વખતે ટોપી, ચશ્માં અને છત્રીનો ઉપયોગ કરવો
* હીટવેવની આગાહીના દિવસોમાં બપોરે બે વાગ્યાથી ચાર વાગ્યા સુધીમાં બહાર નીકળવાનું ટાળવું.
* બાળકો માટે કેસુડાનાં ફુલ તથા લીમડાના પાનનો નાહવાના પાણીમાં ઉપયોગ કરવો.
* બજારમાં મળતો ખુલ્લો, વાસી ખોરાક ખાવો નહી, બજારમાં મળતા બરફનો ઉપયોગ પણ ટાળવો
* લગ્ન પ્રસંગે દૂધ-માવાની બનાવેલી વાનગીઓ ખાવી નહી.
* ચા – કોફી અને દારૂના સેવનથી લૂ લાગવાની શક્યતા વધે છે, તેથી તેનું સેવન ટાળવું.
* ઘરની છત પર સફેદ રંગ, સફેદ ચૂનો અથવા સફેદ ટાઇલ્સ લગાવવી, જે ઘરનું તાપમાન ઘટાડશે.

લૂ લાગવાના (હીટવેવના) લક્ષણો
* માથું દુ:ખવું, પગની પીંડીઓમાં દુઃખાવો થવો
* શરીરનું તાપમાન વધી જવું
* ખૂબ તરસ લાગવી
* શરીરમાંથી પાણી ઓછું થઈ જવું
* વધુ તાવ આવવો
* ગરમ અને સૂકી ત્વચા
* નાડીના ધબકારા વધવા
* ઉલ્ટી થવી, ઉબકા આવવા
* ચકકર આવવા, આંખે અંધારા આવવા
* બેભાન થઈ જવું
* સુધ-બુધ ગુમાવી દેવી
* અતિગંભીર કિસ્સામાં ખેંચ આવવી

હીટવેવની આગાહી દરમિયાન આવા લક્ષણ કોઈ પણ વ્યક્તિમાં જણાય તો તાત્કાલીક નજીકના ડોક્ટર, નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. આપાતકાલીન સ્થિતિમાં ૧૦૮ એમ્બ્યુલન્સને ફોન કરવો.

પ્રિન્સ ચાવલા

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

CM Yogi Mother Last Rites પંચતત્વમાં વિલીન થયાં સીએમ યોગીના માતા સાવિત્રી દેવી હરિદ્વારના ચંડી ઘાટ પર સંપન્ન થયા અંતિમ સંસ્કાર
Electric Hydrofoil Ship પાણી પર ઉડતી ઇલેક્ટ્રિક વોટર ટેક્સી! મહારાષ્ટ્રમાં ભારતના પ્રથમ 100% ઇલેક્ટ્રિક હાઇડ્રોફોઇલ જહાજ ‘કંડેલા P12’ એ ભરી ઉડાન
UP Election 2027 યુપીના રાજકારણમાં નવો વળાંક કોંગ્રેસ સામે અખિલેશ યાદવે મૂકી મોટી શરત, બેઠક વહેંચણીની ચર્ચાઓ તેજ બનતા ચૂંટણી જંગ રસપ્રદ બનશે
Illegal Flammable Material Transport જ્વલનશીલ પદાર્થોની ગેરકાયદેસર હેરફેર કરનારાઓની હવે ખેર નહીં! પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકના કડક કાર્યવાહીના આદેશ
Exit mobile version