News Continuous Bureau | Mumbai
પોરબંદર શહેર યુવા ભાજપ પ્રમુખ સાગર મોદીએ(Sagar Modi) કરેલી રજુઆત અનુસંધાને પ્રવાસન વિભાગે જરૂરી કાર્યવાહી હાથ ધરી
મંત્રી મુળુભાઈ બેરાએ પ્રવાસન વિભાગને આપ્યો નિર્દેશ
જિલ્લા કલેક્ટરને મંદિરના (Temple) વિકાસ માટે જરૂરી માહિતી એકઠી કરવા જણાવ્યું
વિશ્વના એકમાત્ર સુદામાજી ના મંદિર ના વિકાસ માટે સરકારે હકારાત્મક અભિગમ દાખવ્યો છે.
પોરબંદર શહેર યુવા ભાજપ પ્રમુખ સાગર મોદીએ કરેલી રજુઆત અનુસંધાને પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ પ્રવાસન વિભાગને નિર્દેશ આપતા પ્રવાસન વિભાગ દ્વારા પોરબંદરના જિલ્લા કલેકટરને મંદિરના વિકાસ માટે જરૂરી માહિતી એકઠી કરવા જણાવ્યું છે.
પોરબંદર(Porbandar) શહેર યુવા ભાજપ પ્રમુખ સાગર મોદીએ વડાપ્રધાન, મુખ્યમંત્રી, પ્રવાસન મંત્રી , સચિવ, સાંસદ, પૂર્વધરાસભ્ય વગેરેને સુદામા મંદિરનો સોમનાથ – દ્વારકા મંદિરની જેમ વિકાસ કરવા પત્ર લખતા પ્રવાસન વિભાગ દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવતા સાગર મોદીએ પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા, અંગત સચિવ, ઉપસચિવ સહીત પ્રવાસન વિભાગ અને સરકાર નો આભાર વ્યક્ત કર્યો છે.
કલેકટર પ્રોજેક્ટ તૈયાર કરશે
પ્રવાસન વિભાગ દ્વારા જિલ્લા કલેકટર પાસે સુદામા મંદિર ને લગતી માહિતી એકઠી કરવા જાણ કરી છે જેમાં જણાવ્યું છે કે, પોરબંદર જીલ્લામાં આવેલ વિશ્વના એકમાત્ર “ સુદામાજી ” મંદિરને(Sudamaji Mandir) પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા બાબત રજુઆત મળેલ છે . જેના અનુસંધાને આ સ્થળની આજુબાજુ સરકાર / કલેકટર હસ્તક આવેલી જગ્યાની માહિતી સદર સ્થળ પર આવતા પર્યટકોની સંખ્યા , ઉપરોક્ત સ્થળમાં આવતા મુલાકાતીઓને ખૂટતી પ્રાથમિક સુવિધાઓની વિગતો , પ્રોજેક્ટના વિકાસ બાદ સ્થળનું સંચાલન / નિભાવણી કોણ કરશે વિશેની સ્પષ્ટ માહિતી સાથે વિગતવાર દરખાસ્ત પ્રવાસન સમિતિ દ્વારા યોગ્ય જણાયેથી ભલામણ સહ અત્રેની કચેરીએ મોકલાવી આપવા માટે સંબંધિતને સુચના આપવા આપને વિનંતી કરવામાં આવે છે , જેથી આપના અહેવાલ બાદ યોગ્ય કાર્યવાહી અત્રેથી કરી શકાય.
ઉલ્લેખનીય છે કે, પોરબંદર શહેર ભાજપ પ્રમુખ સાગર મોદીની ઉપરોક્ત રજુઆત અનુસંધાને પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુકે પણ વડાપ્રધાનને ભલામણ કરી છે.
આ સમાચાર પણ વાંચો: Porbandar : રેડક્રોસ માં જોડાવા ઇચ્છતા લોકોએ રેડક્રોસ ઓફિસે ફોર્મ ભરવા અપીલ