ગુજરાતના ડાયમંડ સીટી સુરતના ઉત્રાણ ખાતે આવેલા ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશનના ગેસ બેઝ પાવર સ્ટેશનના કુલિંગ ટાવરનું ડિમોલિશન કરવામાં આવ્યું છે. આજે સવારે 11:00 વાગ્યે 85 મીટર ઊંચા આ ટાવરને ધ્વસ્ત કરાયો છે. આ ટાવરને ધ્વસ્ત કરવા માટે 200 કિલોથી વધુ એક્સપ્લોઝિવનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સાવચેતી રૂપે આ વેળાએ આસપાસના રસ્તાઓ બંધ રાખવામાં આવ્યા હતા. ટાવર પડતાની સાથે જ ધૂળનું ખૂબ જ ઊંચું વાદળ ઊભું થયું.
#Gujarat
The 85-meter-tall cooling tower at the Utran power plant in Surat, a city in Gujarat, was destroyed in less than 4 seconds.@NewIndianXpress @TheMornStandard @santwana99 pic.twitter.com/QAbvJJfMGc— Dilip Singh Kshatriya (@Kshatriyadilip) March 21, 2023
ઉલ્લેખનીય છે કે, સુરતના ઉત્રાણ કુલિંગ ટાવર વર્ષ 1993માં બનાવવામાં આવ્યો હતો. આટલા વર્ષો થઈ જવાના કારણે તેને કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ આજે તોડી પાડવામાં આવ્યો છે. પાવર હાઉસની ચીમનીને કંટ્રોલ બ્લાસ્ટિંગ ઇમ્પ્લોઝન ટેક્નિકથી જમીનદોસ્ત કરવામાં આવી અને આ સાથે જ ઉત્રાણ પાવર હાઉસનો ટાવર ઈતિહાસ બની ગયો છે.
આ સમાચાર પણ વાંચો : આજે છત્રી-રેનકોટ લીધા વગર ઘરની બહાર નહીં જતા, મુંબઈ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ. જુઓ વિડિયો..