365
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
સુરતના(Surat) ઇચ્છાપોર વિસ્તારમાં આવેલા આરજેડી પાર્કમાં મધરાતે એક 4 વર્ષની(4 years) માસૂમ બાળકી સાથે દુષ્કર્મ(Crime) આચરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે. સીસીટીવી(CCTV) ફૂટેજના આધારે પોલીસે તપાસનો ઘમઘમાટ શરૂ કરી આરોપી અજય રાયની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી છે. આ મામલે પોલીસે આરોપી સામે દુષ્કર્મ સહિતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મૂળ મધ્યપ્રદેશનો શ્રમિક પરિવાર સુરતના ઇચ્છાપોર વિસ્તારમાં નવનિર્મિત બાંધકામ સાઈટ પર મજૂરી કામ કરે છે અને ત્યાં જ રહે છે. દરમિયાન મધ્યરાતે બે વાગ્યાની આસપાસ તેમની 4 વર્ષની બાળકીનો રડવાનો આવાજ આવતા પરિવાજ જાગ્યો હતો. દીકરીને લોહી લુહાણ હાલતમાં જોતા પરિવાર ધ્રુજી ઉઠ્યો હતો. પરિવાર તાત્કાલિક બાળકીને સિવિલ હોસ્પિટલ લઈ ગયો હતો. જ્યાં તબીબો દ્વારા બાળકીને તાત્કાલિક ઓપરેશન થિયેટરમાં દાખલ કરી તેની સારવાર હાથ ધરી હતી. તબીબોએ જણાવ્યું કે, બાળકીના પ્રાઇવેટ પાર્ટ અને મોઢાના ભાગે ખૂબ જ ગંભીર ઇજા છે
You Might Be Interested In