Site icon News Continuous Bureau | Mumbai

લાલુ પ્રસાદ યાદવનો મોટો દીકરો સ્ટાર પ્રચારકની સૂચિ માંથી ગાયબ, શુ કોંગ્રેસમાં જશે? ચર્ચા ચકડોળે ચડી

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 
મુંબઈ, 8 ઑક્ટોબર, 2021
શુક્રવાર

બિહાર વિધાનસભા પેટાચૂંટણી 2021 માટે કુશેશ્વર સ્થાન અને તારાપુર સીટ પર ચૂંટણીપ્રચાર બાબતે રાષ્ટ્રીય જનતા દળ (RJD)એ પોતાના સ્ટાર પ્રચારકોની યાદી રજૂ કરી છે. એમાં અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવ પહેલા અને બીજા નંબરે તેજસ્વી યાદવનું નામ છે. 20 લોકોની આ યાદીમાં લાલુ પ્રસાદ યાદવના મોટા દીકરા અને પોતાને સેકન્ડ લાલુ કહેવાવાળા તેજ પ્રતાપ યાદવ આ યાદીમાંથી બહાર થઈ ગયા છે. એવું કહેવાઈ રહ્યું છે કે કૉન્ગ્રેસ નેતા અશોક રામે તેજ પ્રતાપ યાદવ સાથે મુલાકાત કરીને કૉન્ગ્રેસ તરફથી પ્રચાર કરવાનું આમંત્રણ આપ્યું છે. જોકે તેજ પ્રતાપે હાલમાં સ્પષ્ટ વાત કરી નથી કે તેઓ શું કરવાના છે.

Join Our WhatsApp Channel

ભાજપના આ યુવા નેતા અને તેમની માતાને કેન્દ્રીય નેતાઓ સાથે પંગો લેવો ભારે પડ્યો : ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીમાંથી થઈ હાકલપટ્ટી; જાણો વિગત
 

20 સ્ટાર પ્રચારકોની યાદીમાં તેજ પ્રતાપ યાદવનું નામ ન હોવાનું દેખાડે છે કે તેમનો દબદબો હવે RJDમાં પહેલાં જેવો નથી રહ્યો. જોકે આ યાદીમાં ભૂતપૂર્વ મુખ્ય મંત્રી રાબડીદેવી અને નિશા ભારતીનું નામ પણ નથી.

RJDના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શિવાનંદ તિવારીએ કહ્યું હતું કે તેજપ્રતાપને યાદીમાંથી બહાર કરવાનો પ્રશ્ન જ નથી. તેઓ જાતે જ બહાર થઈ ગયા છે. તેમણે જે સંગઠન બનાવ્યું છે એ RJDથી અલગ છે. તેજ પ્રતાપે પોતે જ કહ્યું હતું કે પાર્ટી તરફથી RJDનું ચૂંટણીચિહ્ન લાલટેનને ઉપયોગ કરવાની મનાઈ કરાઈ છે. એવામાં તેમના હોવા કે ન હોવાનો શું પ્રશ્ન છે?

CM Yogi Mother Last Rites પંચતત્વમાં વિલીન થયાં સીએમ યોગીના માતા સાવિત્રી દેવી હરિદ્વારના ચંડી ઘાટ પર સંપન્ન થયા અંતિમ સંસ્કાર
Electric Hydrofoil Ship પાણી પર ઉડતી ઇલેક્ટ્રિક વોટર ટેક્સી! મહારાષ્ટ્રમાં ભારતના પ્રથમ 100% ઇલેક્ટ્રિક હાઇડ્રોફોઇલ જહાજ ‘કંડેલા P12’ એ ભરી ઉડાન
UP Election 2027 યુપીના રાજકારણમાં નવો વળાંક કોંગ્રેસ સામે અખિલેશ યાદવે મૂકી મોટી શરત, બેઠક વહેંચણીની ચર્ચાઓ તેજ બનતા ચૂંટણી જંગ રસપ્રદ બનશે
Illegal Flammable Material Transport જ્વલનશીલ પદાર્થોની ગેરકાયદેસર હેરફેર કરનારાઓની હવે ખેર નહીં! પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકના કડક કાર્યવાહીના આદેશ
Exit mobile version