News Continuous Bureau | Mumbai
યુવા અવસ્થા થી વડીલ અવસ્થા માં પ્રયાણ કરી ચૂકેલા વડીલોને યાત્રા કરાવા હેતુ સવારે 08:00 કલાકે યાત્રા મોટા વરાછા મંદિરથી પ્રસ્થાન થઈ હતી.

યુવા સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ અંકિત બુટાણી,હરેશ દુધાત,ભાવેશ કાકડિયા,મહેન્દ્ર લીંબાણી, રાહુલ માંગુકિયા, વિશાલ પડસાળા,હરેશ સુરાણી, હિતેશ વેકરીયા ના સથવારે યાત્રા સવારે ધલુડી મંદિર,ગાય પગલાં મંદિર,ગલતેશ્વર મંદિર થી ફાર્મ હાઉસ સ્થિત જમણવાર બાદ બપોર પછી વડીલો સાથે ગુજરાતના ખ્યાતનામ મોટીવેશનલ સ્પીકર અને યુવા સંસ્કૃતિ પરીવાર ના મેમ્બર્સ શ્રી મનીષ વઘાસીયા દ્વારા પારિવારિક સંવેદના મોટીવેશન કાર્યક્રમ અને ત્યાર બાદ સાકરી મંદિરે દર્શન કરી રાત્રે 09:00 કલાકે યાત્રા પૂર્ણ કરવામાં આવી અને યાત્રા નું સંપૂર્ણ સૌજન્ય પારુલ ગૌ સેવા જીવદયા ટ્રસ્ટ ના પ્રમુખશ્રી નટવરભાઈ કાછડિયા દ્વારા આપવામાં આવ્યું હતું અને નટવરભાઈ કાછડિયા યાત્રા માં પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચાર પણ વાંચો: અનેક ફૂટ ઉંચે હોટ એર બલુનમાં લાગી આગ, જીવ બચાવવા લોકોએ લગાવી મોતની છલાંગ.. જુઓ વિડીયો
યુવા સંસ્કૃતિ પરિવાર ના વડીલો પ્રત્યેની સેવાના પ્રેરણાદાયક કાર્ય થી યાત્રાળુઓએ પણ ખોબલે ખોબલે આશીર્વાદ વરસાવ્યા હતા.