News Continuous Bureau | Mumbai
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે શનિવાર અને રવિવારની રજાઓમાં દેશભરમાંથી 1 લાખ સહેલાણીઓ ઉમટી પડયાં હતાં. કેવડિયામાં તથા આસપાસના વિસ્તારોમાં આવેલી તમામ હોટલો, ટેન્ટ સિટી હાઉસફૂલ જોવા મળ્યાં હતાં. સોમવારના રોજ સ્ટેચ્યૂ ઓફ યુનિટી મેઇટેનન્સ માટે બંધ રહે છે ત્યારે મંગળવારથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે આવતાં તમામ પ્રવાસીઓ માટે માસ્ક ફરજિયાત બનાવી દીધું છે. થર્ટી ફર્સ્ટના રોજ પ્રવાસીઓની સંખ્યા વધી શકે તેમ હોવાથી સાવચેતી રાખવી જરૂરી બની છે. 31મી તારીખ સુધીની ટિકિટો બુક થઇ છે. રવિવારે ધસારાને કારણે પ્રવાસીઓ માટે વધુ 10 ટિકિટ વિન્ડો શરૂ કરવામાં આવી હતી.
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રોજના સરેરાશ 40 થી 50 હજાર પ્રવાસીઓ આવતાં હોય છે. કોરોનાનો નવો વેરિયન્ટ ફરી માથું ઉંચકી રહયો હોવાના કારણે ભારત સરકાર સતર્ક બની છે. ભીડભાડવાળા સ્થળોએ માસ્ક ફરજિયાત કરાયું છે. મંગળવારથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતાં દરેક પ્રવાસી માટે માસ્ક ફરજિયાત ક૨વામાં આવ્યું છે.
આ સમાચાર પણ વાંચો: કોરોના દર્દીઓની જીનોમ સિક્વન્સિંગ હવે ફરજિયાત . . . .
વધારાની 30 એસટી બસો મૂકવામાં આવી રજાઓમાં પ્રવાસીઓમાં વધારો થતા એસટી વિભાગે વધુ ૩૦ બસ મૂકી છે.
Join Our WhatsApp Community