News Continuous Bureau | Mumbai
રાજસ્થાનના અજમેર જિલ્લામાં એક મેળા દરમિયાન ગંભીર દુર્ઘટના સામે આવી છે. અહીંના કુંદન નગરમાં આવેલા ડિઝનીલેન્ડમાં મંગળવારે કેબલ તૂટવાના કારણે રાઈડ 30 ફૂટની ઊંચાઈથી નીચે પડી છે. આ દુર્ઘટના 7 બાળકો સહિત 15 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ રાઈડમાં કુલ 25 લોકો બેઠા હતા. અકસ્માત બાદ રાઈડનો સંચાલક સહિત તમામ દુકાનદારો મેળામાંથી ફરાર થઇ ગયા છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી જઈ વધુ તપાસ આરંભી છે.
#अजमेर में झूला गिरने का लाइव वीडियो आया सामने
कुंदन नगर में डिज्नीलैंड में टावर झूला के टूट कर गिरने से 7 बच्चों समेत 15 घायल
केबल टूटी को 30 फीट की ऊंचाई से नीचे आ गिरा झूला
घायलों का अस्पताल में इलाज जारी, सभी की हालत खतरे से बाहर pic.twitter.com/q25hu0O6YS
— Rajesh Moga (@RajeshMogaLive) March 21, 2023
મહત્વનું છે કે કુંદન નગર વિસ્તારમાં 27 ફેબ્રુઆરીથી શરૂ થયેલ દરબાર ડિઝનીલેન્ડ 28 માર્ચે સમાપ્ત થવાનું હતું. જોકે મંગળવારે સાંજે 7 વાગ્યાની આસપાસ 25 લોકો રાઈડમાં બેઠા હતા. અચાનક કેબલ તૂટી ગયો અને રાઈડ ઊંચાઈ પરથી નીચે પડી હતી. હાલ આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં લોકો બૂમો પાડતા સાંભળી શકાય છે.
આ સમાચાર પણ વાંચો : નવતર પ્રયોગ.. મહારાષ્ટ્ર્ના આ જિલ્લાના એક ખેડૂતે દ્રાક્ષની નવી જાત શોધી કાઢી, નેશનલ રિસર્ચ સેન્ટરે પણ આપ્યું પ્રમાણપત્ર