News Continuous Bureau | Mumbai
નુરો અને ગોબરો સિંહ નામે પ્રખ્યાત બનેલા બંને સાવજોનો જન્મ ગિરનારના ઉત્તર રેન્જમાં થયેલો પરંતુ બંનેની ટેરેટરી દક્ષિણમાં બની હતી. બંને સિંહ બાળ જાતે શિકાર કરવા શીખી ગયા બાદ માતાએ બંનેને તરછોડી દીધા હતા. ત્યારથી બંને નર ભાઈઓ નુરો અને ગોબરોએ અહીંના રામનાથ ડુંગરપુર ખોડિયાર અને બોરદેવી વિસ્તારમાં પોતાનું શાસન સ્થાપ્યું હતું. બંને સાથે જ રહેતા અને શિકાર પણ સાથે જ કરતા હતા.
અહીંના ભવનાથ રેવન્યુ વિસ્તાર પંચેશ્વર વિસ્તાર દુબળી વિસ્તાર અને ડેમની પાછળના ભાગે મોટેભાગે મારણ કરતા હતા, પરંતુ છેલ્લા એક વર્ષથી નુરો અને ગોબરો બંનેમાંથી એક નરસિંહ બીલખા મેંદરડા કેનેડીપુર જામકા થઈને ગિરનાર જંગલમાં પહોંચી ગયો છે. જેના પરિણામે હાલ નુરો અને ગોબરાની જોડી તૂટી ગઈ છે. કહેવાય છે કે અહીંથી ગીરમાં જતો રહેતો નર જો પરત ગિરનારમાં આવશે ત્યારે ફરી બંને ભાઈઓનું શાસન જામશે હાલ અહીં રમકડા નામના બે નર સિંહનું શાસન ચાલી રહ્યું છે. પરંતુ રમકડા નામના બંને સિંહની ઉંમર હાલ નવેક વર્ષ થવા આવી છે. ત્યારે ગીરમાં ગયેલો સિંહ પરત આવશે ત્યારે ગિરનાર જંગલનો ઉત્તરાધિકાર તરીકે ફરી શાસન કરવા બંને નર ભાઈ સિંહ જોવા મળશે.
આ સમાચાર પણ વાંચો : El-Nino: અલ-નીનોની અસર.. પ્રશાંત મહાસાગરનું તાપમાન વધ્યું, ચેતવણી જારી, ભારત પર મંડરાઈ રહ્યો છે ખતરો..