News Continuous Bureau | Mumbai
ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સુભાષ દેસાઈના પુત્ર ભૂષણ દેસાઈ ઉદ્ધવ ઠાકરેનું જૂથ છોડીને એકનાથ શિંદેની શિવસેનામાં જોડાયા હતા. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેની હાજરીમાં તેમણે શિવસેનામાં પ્રવેશ કર્યો હતો અને ઉદ્ધવ ઠાકરેને ટાટા બાય-બાય કહ્યું હતું. . ભૂષણ દેસાઈ આવું પગલું ઉચકશે તેની કોઈને કલ્પના નહોતી. તેમના પિતા એટલે કે ભૂતપૂર્વ મહારાષ્ટ્ર સરકારના મંત્રી એવા સુભાષ દેસાઈ ઉદ્ધવ ઠાકરેના ખાસ છે. તેઓ બાળાસાહેબ ઠાકરેના પણ ખાસ હતા.

આ પછી સુભાષ દેસાઈએ આ મામલે પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે.
પુત્રના પક્ષમાં પ્રવેશ અંગે સુભાષ દેસાઈએ કહ્યું કે મારા પુત્ર ભૂષણ દેસાઈના શિંદે જૂથમાં પ્રવેશની ઘટના મારા માટે દુઃખદાયક છે. તેમને શિવસેના કે રાજકારણમાં કોઈ કામ નથી. તેથી, તેમના કોઈપણ પક્ષમાં જોડાવાથી શિવસેના એટલે કે ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરેની પાર્ટી પર કોઈ અસર નહીં થાય.

શિવસેના, આદરણીય બાળાસાહેબ, ઉદ્ધવ ઠાકરે અને માતોશ્રી પ્રત્યેની મારી પાંચ દાયકાથી વધુ વફાદારી અચળ રહેશે. ઉંમરના આ તબક્કે હું વધુ જાહેરાત કરીશ નહીં. પરંતુ હવેથી હું ઘણા શિવસૈનિકો સાથે મારું કામ ત્યાં સુધી ચાલુ રાખીશ જ્યાં સુધી સંપૂર્ણ ન્યાય ન મળે એમ સુભાષ દેસાઈએ જણાવ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : ભર ઉનાળે પાણીકાપ.. મુંબઈના ‘આ’ ભાગમાં આવતીકાલે નહીં આવે પાણી, જાણો શું છે કારણ..
मुंबई येथे पत्रकार परिषद व जाहीर पक्षप्रवेश https://t.co/Ephg2cpHGj
— Eknath Shinde – एकनाथ शिंदे (@mieknathshinde) March 13, 2023