News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રમાં સત્તાથી નીકળ્યાં બાદ ઉદ્ધવ ઠાકરે પોતાના રાજનૈતિક સમીકરણો મજબૂત કરવામાં લાગી ગયા છે. ઉદ્ધવ ઠાકરેએ બાબા સાહેબ આંબેડકરનાં પૌત્ર પ્રકાશ આંબેડકરનાં વંચિત બહુજન અઘાડી સંઘ સાથે હાથ મળાવી લીધો છે.
શિવશક્તિ-ભીમશક્તિ ગઠબંધનની જાહેરાત
આજે શિવશક્તિ-ભીમશક્તિ ગઠબંધનની જાહેરાત કરવામાં આવી છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને વંચિત આઘાડીના પ્રમુખ પ્રકાશ આંબેડકરે આજે સંયુક્ત પત્રકાર પરિષદ યોજીને ગઠબંધનના નિર્ણયની જાહેરાત કરી હતી. આ પ્રસંગે શિવસેનાના નેતા સુભાષ દેસાઈ હાજર રહ્યા હતા. મહત્વનું છે કે છેલ્લા કેટલાક દિવસોમાં આ ગઠબંધન માટે વાટાઘાટોના અનેક રાઉન્ડ થયા હતા.
ઉદ્ધવ ઠાકરેએ રાજ્ય સરકારને ફેંક્યો પડકાર
ઉદ્ધવ ઠાકરેએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે આજે શિવસેના પ્રમુખનો જન્મદિવસ છે. જે સપનું મહારાષ્ટ્રના લોકો રાહ જોઈ રહ્યા હતા. એ ક્ષણ હવે આવી ગઈ છે. અમે દેશના હિતને સૌથી પહેલા ધ્યાનમાં રાખવા અને દેશમાં લોકશાહીને જીવંત રાખવા માટે સાથે આવી રહ્યા છીએ. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે અમે નયા રાસ્તા, નયા રિશ્તાના સિદ્ધાંત પર આગળ વધીશું. આ સાથે ઉદ્ધવ ઠાકરેએ રાજ્ય સરકારને પડકાર ફેંક્યો છે કે જો હિંમત હોય તો ચૂંટણી કરાવે.
આ સમાચાર પણ વાંચો: બોમ્બે હાઈકોર્ટઃ ‘ગર્ભપાત કરાવવો કે નહીં તે પસંદ કરવાનો મહિલાનો અધિકાર’, બોમ્બે હાઈકોર્ટની મહત્વપૂર્ણ ટિપ્પણી
મહારાષ્ટ્રના રાજકારણ પર અસર
દરમિયાન આ ગઠબંધનથી આવનારા દિવસોમાં રાજ્યના રાજકારણ પર ભારે અસર પડી શકે છે. આ યુતિને કારણે શિવસેનામાં બળવો કરીને છૂટા થયેલા એકનાથ શિંદે અને ભાજપ વચ્ચેના જોડાણ માટે મુશ્કેલી વધી શકે છે.
Join Our WhatsApp Community