News Continuous Bureau | Mumbai

Amit Shah: સહકારથી સમૃદ્ધિ’ તરફ આગળ વધતું ગુજરાત, પંચમહાલ ક્ષેત્રની સહકારી પ્રોજેક્ટ્સની પ્રગતિની સમીક્ષા બેઠક કરતા કેન્દ્રીય સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ

Amit Shah: 102મા આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ નિમિત્તે કેન્દ્રીય સહકારિતા મંત્રીશ્રી અમિત શાહે ગોધરામાં ‘પંચામૃત ડેરી કોર્પોરેટ ઓફિસ’નું લોકાર્પણ કર્યું. મહુલીયા ખાતે ખેડૂત સભાસદોના ખબર અંતર પૂછીને સહકારી માળખા તરફથી વિકસિત કરાયેલી સેવાઓનું નિરીક્ષણ કર્યું. સહકાર રાજ્ય મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિ

 News Continuous Bureau | Mumbai

Amit Shah:  કેન્દ્રીય સહકારિતા મંત્રીશ્રી અમિત શાહે ગોધરા ખાતે 102મા આંતરરાષ્ટ્રીય સહકાર દિવસની ( International Co-operative Day ) ઉજવણીમાં સહભાગી બની પંચમહાલના સહકારી ક્ષેત્રના વિવિધ  પ્રોજેક્ટ્સની ( cooperative projects ) પ્રગતિની સમીક્ષા બેઠક કરી હતી. 

Join Our WhatsApp Channel

સહકારિતા મંત્રીશ્રી અમિત શાહે તેમના ગોધરા પ્રવાસ દરમિયાન સૌપ્રથમ ગોધરા તાલુકાના મહુલીયા મુકામે પહોંચ્યા હતા. અહીં તેમણે ધી આંગળીયા અર્થક્ષમ સેવા સહકારી મંડળીના સભ્યો સાથે વાર્તાલાપ કરીને સહકારી માળખા તરફથી વિકસિત કરાયેલી સેવાઓનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે અહીંના ખેડૂત સભાસદોને રૂબરૂ મળીને તેમના હાલચાલ પૂછીને પરિચર્ચા પણ  કરી હતી.

Union Cooperative Minister Shri Amit Shah reviewing the progress of cooperative projects in Panchmahal area

Union Cooperative Minister Shri Amit Shah reviewing the progress of cooperative projects in Panchmahal area

 

ત્યારબાદ કેન્દ્રીય સહકારિતા મંત્રી શ્રી શાહે ( Panchmahal ) પંચમહાલ ડેરીની મુલાકાત લીધી હતી. અહીં તેમણે રાજ્યના સહકારિતા મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિમાં રૂ. 50 કરોડના ખર્ચે નવનિર્મિત ‘પંચામૃત ડેરી કોર્પોરેટ ઓફિસ’નું ( Panchamrut Dairy Corporate Office ) લોકાર્પણ કર્યું હતું. તદુપરાંત તેમણે પંચામૃત ડેરીની વિકાસયાત્રા અને ઉપલબ્ધિઓના પ્રદર્શનને નિહાળ્યું હતું. આ સમયે વિધાનસભાના ઉપાધ્યક્ષ અને પંચામૃત ડેરીના ચેરમેનશ્રી જેઠાભાઈ ભરવાડ તેમજ ડેરીના મેનેજિંગ ડિરેક્ટરશ્રી મિતેષ મહેતાએ પંચમહાલ ડેરીની વિકાસયાત્રા અને ઉપલબ્ધિઓ વિશે શ્રી અમિત શાહને માહિતગાર કર્યા હતા. ત્યારબાદ તેમણે ડેરી ખાતે જિલ્લાના સહકારી સંસ્થાઓના અગ્રણીઓ સાથે સહકાર ક્ષેત્રની ચર્ચાઓ કરી હતી.

Union Cooperative Minister Shri Amit Shah reviewing the progress of cooperative projects in Panchmahal area

આ સમાચાર પણ વાંચો :  Surat Building Collapse: સુરતમાં 6 માળની ઇમારત ધરાશાયી થતાં મોટો અકસ્માત, 7ના મોત, અનેક ઘાયલ.. જાણો વિગતે..

કેન્દ્રીય સહકારિતા મંત્રી શ્રી અમિત શાહના ગોધરા પ્રવાસ વખતે લોકસભાના સાંસદશ્રી રાજપાલસિંહ જાદવ, રાજ્યસભાના સાંસદ ડૉ.જસવંતસિંહ પરમાર, ધારાસભ્યશ્રી સી.કે રાઉલજી,કેન્દ્રીય સહકાર મંત્રાલયના ઉચ્ચ અધિકારીશ્રીઓ,

Union Cooperative Minister Shri Amit Shah reviewing the progress of cooperative projects in Panchmahal area

જિલ્લા અગ્રણીશ્રી અશ્વિનભાઈ પટેલ, કલેક્ટરશ્રી આશિષકુમાર,જિલ્લા પોલીસ વડાશ્રી હિમાંશુ સોલંકી, વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓ સહિત સહકારી સંસ્થાઓના આગેવાનો હાજર રહ્યા હતા.

Union Cooperative Minister Shri Amit Shah reviewing the progress of cooperative projects in Panchmahal area

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Pune Court Koyta Attack Pistols Seized – પુણે જિલ્લા કોર્ટ બહાર યુવક પર કોયતા વડે હુમલો; ઘટનાસ્થળેથી બે પિસ્તોલ અને મેગેઝિન જપ્ત
Nanded Illegal Sand Mining Crackdown – નાંદેડમાં ગોદાવરી નદીમાં ગેરકાયદે રેતી ખનન સામે સંયુક્ત કાર્યવાહી; રૂ. ૫.૨૭ કરોડનો મુદ્દામાલ જપ્ત કરી નાશ કરાયો
Shiv Sena Symbol Dispute Supreme Court – “એકનાથ શિંદે એટલે સંપૂર્ણ શિવસેના નહીં”: સુપ્રીમ કોર્ટમાં કપિલ સિબ્બલનો જોરદાર યુક્તિવાદ, ૨૧ જૂન ૨૦૨૨ની સ્થિતિ સ્પષ્ટ કરવા કરી માંગ
Madurai Karthigai Deepam Controversy – સુપ્રીમ કોર્ટના આદેશની અવગણના? મદુરાઈમાં કાર્તિકાઈ દીપમ વિવાદ વચ્ચે દીપથૂન સ્તંભ પર ન પ્રગટ્યો દીવો!
Exit mobile version