News Continuous Bureau | Mumbai
હોળી બાદથી મહારાષ્ટ્ર ના હવામાનમાં ઘણો બદલાવ જોવા મળી રહ્યો છે. ક્યારેક તીવ્ર ગરમી પડી રહી છે તો ક્યારેક વરસાદ અને કરા. દરમિયાન હવામાન વિભાગે આગામી 72 કલાકમાં મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં હવામાન ખરાબ થવાની આગાહી કરી છે.
Hailstorm at #Maharashtra #Nashik
#Nashik #Hailstrom #UnseasonalRain pic.twitter.com/17xpMLBin3
— Siraj Noorani (@sirajnoorani) April 10, 2023
દરમિયાન નાશિક જિલ્લામાં સતત બીજા દિવસે અનેક તાલુકાઓમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદ અને કરાને કારણે ખેડૂતોને સંકટનો સામનો કરવો પડી રહ્યો છે. નાશિક તાલુકાના લોહશિંગવે ગામમાં પણ ભારે પવન અને વરસાદના કારણે અનેક મકાનો ધરાશાયી થયા છે. જ્યારે પેઠ તાલુકામાં કુલવંડી, આમલોણ, ઘનશેટ, શેવખંડી વિસ્તારમાં કરા પડ્યા હતા.
આ સમાચાર પણ વાંચો: ના હોય.. આ હાથી છોલીને ખાય છે કેળાં, વિશ્વાસ ન આવતો હોય તો જુઓ આ વીડિયો..
સુરગાણા તાલુકામાં યુવરાજવાડી, ખોખરી, નિંબરપાડા ખોમાં 20 થી 25 ઘરોને ભારે પવન અને વરસાદના કારણે નુકસાન થયું છે. બીજી તરફ આ કમોસમી વરસાદથી દ્રાક્ષ, ડુંગળી અને ગાજરના પાકને ઘણું નુકસાન થયું છે.