News Continuous Bureau | Mumbai
સોશિયલ મીડિયા પર અવાર નવાર ડાન્સ વીડિયો વાયરલ થતા જોવા મળે છે, ડાન્સ વીડિયો યુઝર્સને ખુબ પસંદ આવે છે. આજકાલ આવો જ એક યુનિક ડાન્સ વીડિયો લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. જેઓ તેમના અનોખા અને અદ્ભુત ડાન્સથી દરેકનું ધ્યાન પોતાની તરફ ખેંચે છે.
આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો રાજસ્થાની ગેટ અપમાં ડાન્સ કરી રહ્યા છે. આમાં કેટલીક મહિલાઓનો પણ સમાવેશ થાય છે. સાથે જ સ્થાનિક લોકો મહિલાઓનો ડાન્સ જોઈ રહ્યા છે. ત્યારે વ્યક્તિને પણ ડાન્સ કરવાનું મન થાય છે. તે પોતાની જાતને રોકી શકતો નથી. અને પછી તે ડાન્સ ફ્લોર પર આવે છે અને ડાન્સ કરવા લાગે છે. આ દરમિયાન એક મહિલા તેને પોતાના સાથે હાથમાં લઇ એટલા સખત ચક્કર લગાવે છે કે તેની હાલત ખરાબ થઈ જાય છે.
ये बंदा अब कभी दुबारा स्टेज पर नहीं नाचेगा 🕺🤓 pic.twitter.com/QovfJjauRx
— ज़िन्दगी गुलज़ार है ! (@Gulzar_sahab) November 7, 2022
આ સમાચાર પણ વાંચો: વંદે ભારત એક્સપ્રેસ અકસ્માતોની શ્રેણી ચાલુ – હવે મહિલાનો અકસ્માત થયો, સ્થળ પર જ મૃત્યુ પામી.
હાલમાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહેલો આ વીડિયો સોશિયલ મીડિયા પર ‘જિંદગી ગુલઝાર હૈ’ નામના ટ્વિટર એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે વિડિયો શેર કરવાની સાથે કેપ્શન લખ્યું છે કે ‘આ વ્યક્તિ ફરી ક્યારેય સ્ટેજ પર ડાન્સ નહીં કરે’.