રાજ્ય

ગુજરાત માટે મોટા રાહતના સમાચાર: સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો, જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા સેમીનો વધારો થયો

Sep, 14 2021


ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 14 સપ્ટેમ્બર, 2021

મંગળવાર

ગુજરાતમાં સતત પડી રહેલા વરસાદને કારણે જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે. 

વરસાદના પગલે છેલ્લા 24 કલાકમાં 22 સે.મી.નો વધારો નોંધાયો છે. ઉપરવાસમાંથી 23,000 ક્યુસેક પાણીની આવક થઈ છે. 

હાલ નર્મદા ડેમની સપાટી 120.45 મીટરે પહોંચી ગઈ છે. 

સાવચેતીરૂપે ડેમના પાવર હાઉસના તમામ યુનિટ બંધ કરવામાં આવ્યાં છે. 

નર્મદા ડેમમાં હાલ 4999.53 MCM લાઈવ સ્ટોરેજ છે.

જોકે ગત વર્ષ કરતા નર્મદા ડેમની સપાટી હજુ પણ 17 મીટર જેટલી ઓછી છે.

તાલિબાનને ઝટકો : આ દેશે માન્યતા આપવાની ના પાડી દીધી.

Leave Comments

Array ( [news] => ન્યૂઝ કંટીન્યૂઝ વિશે [subscribe] => સબસ્ક્રાઈબ કરો [share] => શેર કરો [more] => વધુ )