Site icon News Continuous Bureau | Mumbai

ગુજરાતના આ મેટ્રો સિટીમાં માસ્ક વગર ફરનારને રૂ.500, જ્યારે પાન-માવો થૂંકવા પર દુકાન માલિક દંડાશે…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

ગાંધીનગર

Join Our WhatsApp Channel

13 જુલાઈ 2020

અમદાવાદ, સુરત, રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસોમા વધારો થયો છે. જેને પગલે અમદાવાદ મ્યુનિસપલ કોર્પોરેશન દ્વારા કડક કામગીરી હાથ ધરાઈ છે. અમદાવાદ શહેરમાં જાહેરમાં માસ્ક ન પહેરનારને રૂ. 500 દંડ તેમજ પાન-મસાલા ખાઈને જાહેરમાં થૂંકવા બદલ પાનના ગલ્લાંના માલિકને રૂ. 10,000 નો દંડ ફટકારવામાં આવશે. 

આ અંગે મ્યુનિ. દ્વારા જનજાગૃતિ માટે વ્યાપક પ્રચાર અભિયાન શરૂ કરાયું છે, તેમ છતા જો કોઈ વ્યક્તિ તેનું ઉલ્લંઘન કરશે અને જો માસ્ક પહેર્યા વગર પકડાશે તો તેની પાસેથી રૂ. 500 નો દંડ વસૂલવામાં આવશે. અગાઉ માસ્ક વગર  ફરતા લોકો પાસેથી માત્ર રૂ. 200 દંડ વસૂલાતો હતો.

આ ઉપરાંત શહેરમાં અનલોકની જાહેર થતાંની સાથે જ પાનના ગલ્લાંને પણ ખોલવાની મંજૂરી મળી ગઈ હતી  ત્યારે મોટાભાગના પુરુષો પાન-મસાલા ખાઈને જાહેરમાં થૂંકતા હોવાનું પણ જોવા મળી રહ્યું છે. આમ કરવાથી કોરોના સંક્રમણ વધુ ફેલાવાની દહેશત રહેલી છે માટે જ પાનના ગલ્લાં આસપાસ આવું કરતા કોઈ જણાશે તો તે પાનના ગલ્લાંવાળાને રૂ.10,000 નો દંડ ફટાકરવાનો નિર્ણય AMC એ લીધો છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/2ZXt4gs 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

CM Yogi Mother Last Rites પંચતત્વમાં વિલીન થયાં સીએમ યોગીના માતા સાવિત્રી દેવી હરિદ્વારના ચંડી ઘાટ પર સંપન્ન થયા અંતિમ સંસ્કાર
Electric Hydrofoil Ship પાણી પર ઉડતી ઇલેક્ટ્રિક વોટર ટેક્સી! મહારાષ્ટ્રમાં ભારતના પ્રથમ 100% ઇલેક્ટ્રિક હાઇડ્રોફોઇલ જહાજ ‘કંડેલા P12’ એ ભરી ઉડાન
UP Election 2027 યુપીના રાજકારણમાં નવો વળાંક કોંગ્રેસ સામે અખિલેશ યાદવે મૂકી મોટી શરત, બેઠક વહેંચણીની ચર્ચાઓ તેજ બનતા ચૂંટણી જંગ રસપ્રદ બનશે
Illegal Flammable Material Transport જ્વલનશીલ પદાર્થોની ગેરકાયદેસર હેરફેર કરનારાઓની હવે ખેર નહીં! પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકના કડક કાર્યવાહીના આદેશ
Exit mobile version