News Continuous Bureau | Mumbai
આવતીકાલે શનિવારથી હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે. જેના કારણે વાતાવરણ પર પણ અસર થતા ખેડૂતોના પાકને અસર પહોંચી શકે છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં માવઠું થાય તેવી શક્યતાઓ છે.
ખેડૂતોની મુશ્કેલીઓ આ આગાહીના કારણે વધી છે. દિવસ દરમિયાન માવઠાની આગાહી કરવામાં આવી છે. ત્રણ દિવસ કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો ઉભો પાક બગડશે અને મહેનત પર પાણી ફરી વળશે તેના જેવી સ્થિતિ નિર્માણ થશે. અત્યારે પાક લણવાની અણી પર છે ત્યારે કેટલોક પાક ઉભો છે ત્યારે આ વિસ્તારોના કેટલાક જિલ્લામાં આ કમોસમી વરસાદની શક્યતા થી ખેડૂતોમાં ચિંતા વધી છે.
હવામાન વિભાગ અનુસાર 4, 5 અને 6 માર્ચના રોજ વરસાદ વરસવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. કમોસમી વરસાદના કારણે વાતાવરણ બગડી શકે છે. વરસાદ બાદ પણ વાતાવરણમાં બદલાવ થતા પાકને નુકસાનની ભીતિ છે.
આ સમાચાર પણ વાંચો : WTC સિનેરીયો: ઓસ્ટ્રેલિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચ્યું, જાણો ટીમ ઇન્ડિયા માટે શું છે સમીકરણો
શનિવારે આ વિસ્તારમાં વરસાદની આગાહી
દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, ગીર સોમનાથ કચ્છ
રવિવારે અહીં પડી શકે છે માવઠું
આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભાવનગર, કચ્છ
સોમવારે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા
સોમવારે સુરત, વલસાડ,ટ નવસારી, દમણ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં વરસાદ વરસી શકે છે.
આ કારણે કમોસમી વરસાદ પડી શકે છે
બંગાળની ખાડી અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થઈ હોવાથી કાળઝાળ ગરમીના માહોલ વચ્ચે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને અગાઉ શિયાળામાં કમોસમી વરસાદ પડ્યો હતો ત્યારે ક્યાંક કેટલાક તાલુકા અને જિલ્લાઓમાં કમોસમી વરસાદ જોવા મળ્યો હતો ત્યારે ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે દરેક ઋતુમાં આ પ્રકારે વરસાદી માહોલ પણ રહેતા ખેતીના પાકને નુકશાન થઈ શકે છે.
Join Our WhatsApp Community