News Continuous Bureau | Mumbai
Weather Update: આખરે દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ મહારાષ્ટ્રમાં પહોંચી ગયું છે. દક્ષિણ કોંકણ, દક્ષિણ મધ્ય મહારાષ્ટ્ર સહિત સમગ્ર ગોવા ચોમાસાથી ઘેરાયેલું છે. મોન્સૂનની વધુ પ્રગતિ માટે સાનુકૂળ વાતાવરણ સર્જાયું હોવાનું જોવા મળ્યું છે
આગામી 2-3 દિવસમાં રાજ્યના ઘણા ભાગોમાં વરસાદની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગે આગામી 2 થી 3 દિવસ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે.
આ જિલ્લામાં પડી શકે છે વરસાદ
હવામાન વિભાગની આગાહી મુજબ નાસિક, રત્નાગીરી, રાયગઢ, પાલઘર, સંભાજીનગર, સોલાપુર, સાંગલી સહિત રાજ્યના અન્ય શહેરોમાં વરસાદની શક્યતા છે. તો 15 જૂને ચંદ્રપુર, નાગપુર, ગઢચિરોલી અને ગોંદિયા જિલ્લામાં ભારે વરસાદની અપેક્ષા છે. આગામી 2-3 દિવસમાં રાજ્યના ઘણા ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે રાજ્યના અન્ય ભાગોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : આજે તારીખ ૧૩:૦૬:૨૦૨૩ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ
મુંબઈકરોને અસહ્ય તાપ અને ગરમીથી મળી રાહત
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના કેટલાક ભાગમાં ચોમાસાએ વિલંબ સાથે દસ્તક આપી છે. જોકે મુંબઈમાં અત્યારે જે વરસાદ થઈ રહ્યો છે તે પ્રિ-મોન્સુન વરસાદ છે. તેનું મુખ્ય કારણ અરબી સમુદ્રમાં ચક્રવાતી તોફાન બિપરજોયની હાજરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વરસાદ તેના કારણે થયો છે. જો કે, મુંબઈમાં વરસાદનું કારણ ભલે ગમે તે હોય, પરંતુ તેના કારણે મુંબઈકરોને અસહ્ય તાપ અને ગરમીથી ઘણી રાહત મળી છે.