News Continuous Bureau | Mumbai
ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજ્યમાં વધુ 5 દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં આજે એટલે કે મંગળવારે વરસાદ પડી શકે છે. ત્યારે આવતીકાલે વરસાદ ઓછો થાય તેમ હવામાન વિભાગે જણાવ્યું છે.
30થી 40 કિમીની ઝડપે ફૂંકાશે પવન
હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદ પડવાની સંભાવના છે. ત્યારે 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં આજે વરસાદ થવાની વકી છે. જોકે, આવતીકાલે રાજ્યમાં વરસાદ પડવાની શક્યાતાઓ ઓછી છે. જણાવી દઈએ કે, છેલ્લા બે દિવસથી રાજ્યના વિવિધ વિસ્તારમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે પવન સાથે વરસાદ થતા નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યાર હવે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, દાહોદ, બનાસકાંઠા, મહેસાણા, ખેડા, સાબરકાંઠા, મહીસાગર, પાટણ, અમરેલી, પંચમહાલ, ભાવનગર અને કચ્છમાં ધોધમાર વરસાદ પડી શકે છે.
આ સમાચાર પણ વાંચો: આખરે ખતમ થયો અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચેનો વિવાદ, રાજસ્થાનમાં મળીને લડશે ચૂંટણી
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા માવઠાની આગાહી
નોંધનીય છે કે અમદાવાદમાં આજે સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જ્યારે બપોરના સમયે લોકો બફારાનો અનુભવ કરી રહ્યા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. ત્યારે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી છે. આજે પંચમહાલ, દાહોદ, પાટણ, અમદાવાદ અને ગાંધીનગર સહિતના વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. સાથે જ વડોદરા, મોરબી, ભરૂચ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ કમોસમી વરસાદ પડી શકે છે. માહિતી મુજબ, ઉત્તર પશ્ચિમ રાજસ્થાન અને તેને અડીને આવેલા વિસ્તારોમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાઈ થતા ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગઈકાલે પણ રાજ્યના 28 તાલુકામાં 3થી 4 ઇંચ વરસાદ નોંધાયો હતો. ત્યારે હવે આગામી 5 દિવસ સુધી 30થી 40 કિમીના પવન સાથે માવઠું પડવાની આગાહી છે.