Site icon News Continuous Bureau | Mumbai

મમતા બેનર્જી એ પશ્ચિમ બંગાળમાં 31 જુલાઇ સુધી લોકડાઉન વધાર્યું

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

25 જુન 2020

પશ્ચિમ બંગાળમાં કોરોના કેસ ઝડપથી વધી રહ્યા છે. જેના કારણે બંગાળ સરકારે ફરી એકવાર રાજ્યમાં લોકડાઉનનો અમલ કરવાનો નિર્ણય લીધો છે. હવે 31 જુલાઈ સુધી પશ્ચિમ બંગાળમાં લોકડાઉન ચાલુ રહેશે સાથે જ રાજ્યમાં ન તો ટ્રેન અને ન તો મેટ્રો સેવાઓ આપવામાં આવશે. શાળાઓ અને કોલેજો પણ બંધ રહેશે.

આ પહેલા પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. આ બેઠકમાં, કોરોના અને રાજ્યની તાજેતરની બાબતે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક પછી, જાહેર કરવામાં આવ્યું છે કે લોકડાઉન કેટલીક છૂટ અને નિયત શરતો સાથે 31 જુલાઇ સુધી અમલમાં રહેશે. આમ તો રાજ્યનું લોકડાઉન 30 જૂને સમાપ્ત થવાનું હતું. સાથે જ પશ્ચિમ બંગાળના આરોગ્ય વિભાગે ખાનગી અને સરકારી હોસ્પિટલોને ચેતવણી આપી છે કે જો તેઓ દર્દીઓને પ્રવેશનો ઇનકાર કરશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. 

કોરોના વાયરસના ચેપના વધતા જતા કેસોને કારણે દેશમાં તાળાબંધીની ચર્ચા ફરી એકવાર શરૂ થઈ છે. પહેલા ચેન્નાઈ પછી ગુવાહાટી અને હવે પશ્ચિમ બંગાળએ લોકડાઉન વધાર્યું છે. દેશમાં કોરોના વાયરસના કેસનો આંકડો  હવે લાખો પર પહોંચી ગયો છે જેમાં પશ્ચિમ બંગાળમાં અત્યાર સુધીમાં કોરોના કુલ 14,728 કેસ નોંધાયા છે. તેમાંથી, કોરોનાના કુલ 9,218 દર્દીઓ પણ સારાં થયા છે અને 580 લોકો મૃત્યુ પામ્યા છે જ્યારે રાજ્યમાં હવે કુલ 4930 સક્રિય કેસ નોંધાયા છે…..

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/3fXVsFS 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

CM Yogi Mother Last Rites પંચતત્વમાં વિલીન થયાં સીએમ યોગીના માતા સાવિત્રી દેવી હરિદ્વારના ચંડી ઘાટ પર સંપન્ન થયા અંતિમ સંસ્કાર
Electric Hydrofoil Ship પાણી પર ઉડતી ઇલેક્ટ્રિક વોટર ટેક્સી! મહારાષ્ટ્રમાં ભારતના પ્રથમ 100% ઇલેક્ટ્રિક હાઇડ્રોફોઇલ જહાજ ‘કંડેલા P12’ એ ભરી ઉડાન
UP Election 2027 યુપીના રાજકારણમાં નવો વળાંક કોંગ્રેસ સામે અખિલેશ યાદવે મૂકી મોટી શરત, બેઠક વહેંચણીની ચર્ચાઓ તેજ બનતા ચૂંટણી જંગ રસપ્રદ બનશે
Illegal Flammable Material Transport જ્વલનશીલ પદાર્થોની ગેરકાયદેસર હેરફેર કરનારાઓની હવે ખેર નહીં! પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકના કડક કાર્યવાહીના આદેશ
Exit mobile version