News Continuous Bureau | Mumbai
Railway News: મુસાફરોની સુવિધા માટે અને તેમની માંગને પહોંચી વળવા માટે, પશ્ચિમ રેલવેએ ટ્રેન નંબર 09185/86 મુંબઈ સેન્ટ્રલ–કાનપુર અનવરગંજ સ્પેશિયલ ટ્રેનની ટ્રિપ્સ વિશેષ ભાડા પર લંબાવી છે.
પશ્ચિમ રેલ્વે (Western Railway) ના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુરે જારી કરેલી અખબારી યાદી મુજબ, ટ્રેન નંબર 09185 મુંબઈ સેન્ટ્રલ – કાનપુર અનવરગંજ સુપરફાસ્ટ સ્પેશિયલ દર શનિવારે 11.05 કલાકે મુંબઈ સેન્ટ્રલથી ઉપડશે અને તે બીજા દિવસે 15.35 વાગ્યે કાનપુર અનવરગંજ પહોંચશે.
આ તારીખ સુધી લંબાવવામાં આવી
આ ટ્રેનને અગાઉ 1લી જુલાઈ 2023 સુધી સૂચિત કરવામાં આવી હતી અને હવે તેને 26મી ઓગસ્ટ 2023 સુધી લંબાવવામાં આવી છે. એ જ રીતે ટ્રેન નંબર 09186 કાનપુર અનવરગંજ – મુંબઈ સેન્ટ્રલ ( Mumbai Central) સુપરફાસ્ટ સ્પેશિયલ કાનપુર અનવરગંજથી દર રવિવારે 18.40 કલાકે ઉપડશે અને બીજા દિવસે 22.30 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. આ ટ્રેનને અગાઉ 2જી જુલાઈ, 2023 સુધી સૂચિત કરવામાં આવી હતી અને હવે તેને 27મી ઓગસ્ટ, 2023 સુધી લંબાવવામાં આવી છે.
આ ટ્રેન બંને દિશામાં બોરીવલી, વાપી, સુરત, વડોદરા, રતલામ, કોટા, ગંગાપુર સિટી, ભરતપુર, અછનેરા, મથુરા, મથુરા કેન્ટ, હાથરસ સિટી, કાસગંજ, ફરુખાબાદ, કન્નૌજ અને બિલ્હૌર સ્ટેશનો પર ઉભી રહેશે.
આ સમાચાર પણ વાંચો : Share Market: શેરબજારમાં તોફાની તેજી, સેન્સેક્સ અને નિફ્ટી નવી ટોચે, આ સેક્ટરમાં જોવા મળી ખરીદી..
આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.
બુકિંગ શરૂ
ટ્રેન નંબર 09185 ની વિસ્તૃત ટ્રિપ્સ (Trips) માટે બુકિંગ 5મી જુલાઈ, 2023 થી તમામ PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર શરૂ થઇ ગઈ છે. ઉપરોક્ત ટ્રેન વિશેષ ભાડા પર વિશેષ ટ્રેન (Special train) તરીકે દોડશે. ટ્રેનોના સ્ટોપેજ, રચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.