યાત્રીગણ કૃપયા ધ્યાન દે… પશ્ચિમ રેલવે ચલાવશે અમદાવાદ અને મંગલુરુ વચ્ચે સમર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન..

by kalpana Verat
Western Railway will run summer superfast special train between Ahmedabad and Bengaluru

News Continuous Bureau | Mumbai

પશ્ચિમ રેલવે મુસાફરોની સુવિધા માટે અમદાવાદ અને મંગલુરુ વચ્ચે વિશેષ ભાડા પર સાપ્તાહિક સમર સુપરફાસ્ટ સ્પેશ્યલ ટ્રેન ચલાવશે. મંડળ રેલવે પ્રવક્તાના મુજબ આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે.

ટ્રેન નંબર 09424/09423 અમદાવાદ-મંગલુરુ-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ (6 ફેરા)

ટ્રેન નંબર 09424 અમદાવાદ – મંગલુરુ સુપરફાસ્ટ સ્પેશ્યલ 09,16 અને 23 જૂન 2023 (શુક્રવાર) અમદાવાદથી 16.00 કલાકે પ્રસ્થાન કરીને બીજા દિવસે (શનિવારે) 19.40 કલાકે મંગલુરુ પહોંચશે. એ જ રીતે ટ્રેન નંબર 09423 મંગલુરુ-અમદાવાદ સ્પેશ્યલ 10,17 અને 24 જૂન 2023 (શનિવારે) મંગલુરુ થી 21.10 કલાકે પ્રસ્થાન કરીને ત્રીજા દિવસે (સોમવારે) 01.15 કલાકે અમદાવાદ પહોંચશે.  

આ સમાચાર પણ વાંચો: મંગળવારના દિવસે કરો પીપળાના 11 પાનનો આ ઉપાય, બદલાઈ શકે છે જીવન

માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વાપી, વસઈ રોડ, પનવેલ, રોહા, રત્નાગીરી, કુડાલ, સાવંતવાડી રોડ, થિવીમ, કરમાલી, મડગાંવ, કારવાર, ઉડુપી અને સુરથકલ સ્ટેશન પર ઉભી રહેશે.

આ ટ્રેનમાં AC 2 ટાયર, AC 3 ટાયર ઈકોનોમી સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ ના સામાન્ય કોચ હશે.

ટ્રેન નંબર 09424 નું બુકિંગ 06 જૂન 2023થી પીઆરએસ કાઉન્ટર અને આઈઆરસીટીસીની વેબસાઇટ પર શરૂ થશે ટ્રેનો ના સ્ટોપ, સંરચના અને સમય ના વિશે વિસ્તૃત માહિતી માટે મહેરબાની કરીને પેસેન્જર www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More