News Continuous Bureau | Mumbai
2017માં કોંગ્રેસને પાટીદાર અનામત આંદોલન વખતે 77 સીટો મળી હતી. ત્યારે આ વખતે આ આંકડો અત્યારના ટ્રેન્ડ પ્રમાણે તેનાથી સાડા ત્રણગણી પાછળ કોંગ્રેસનો જોવા મળી રહ્યો છે. સીટોના ગણિતમાં કોંગ્રેસને આ વખતે ભારે ફટકો પડ્યો છે. કોંગ્રેસને પાટીદાર આંદોલન ગત વખતે ફળ્યું હતું ત્યારે આ વખતે આપ નડ્યું છે. તેવો આક્ષેપ પણ કોંગ્રેસના નેતાઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. ભાજપની બી ટીમ છે તેમ કોંગ્રેસના નેતાઓ કહેતા આવ્યા છે. જો કે, અત્યારે રીઝલ્ટ એક પછી એક સીટોના સામે આવતા કોંગ્રેસ 20 સીટો આસપાસ જોવા મળી રહી છે. ભાજપ 150થી વધુ સીટો સાથે આગળ છે. તો આપ 5 સીટો સાથે ટ્રેન્ડ કરી રહી છે.
13 ટકા જેટલા વોટ શેર આપને મળ્યા
આજે લલિત વસોયાએ કહ્યું હતું કે, આપને કારણે અમને નુકશાન થયું છે. આમ આદમી પાર્ટીના વોટ શેર પણ અત્યારે 13 ટકા જેટલા જોવા મળી રહ્યા છે જેથી કોંગ્રેસના વોટ તૂટ્યાનો પણ અંદાજ આપના કારણે લગાવી શકાય છે આ ઉપરાંત અપક્ષ તરીકે કોંગ્રેસે 27 વર્ષ સુધી રહ્યું પરંતુ ધારી સફળતા અને જેવો જોઈએ તેવો વિરોધ પણ વિપક્ષ તરીકે કરી શકી નહીં માટે આ વખતે લોકોએ વિપક્ષ તરીકે આપ પાર્ટીને પસંદ કરતા વોટ શેર તેમાં જોવા મળ્યા જો કે, આપ પ્રથમ વખત વોટ શેરમાં સારું પરફોર્મ કરી રહી છે. જેથી નુકાશાન કોંગ્રેસને થયું.
આ સમાચાર પણ વાંચો:પોરબંદરના પાદરમાં મુકામ કરનાર સિંહનું નામકરણ : વન્યપ્રાણીપ્રેમીઓએ આ સિંહનું નામ કોલંબસ પાડ્યું
પાટીદાર પ્રભૂત્વ ધરાવતી બેઠકો પર ભાજપને મળી હતી હાર
કોંગ્રેસનું અત્યાર સુધીનું સૌથી કંગાળ પરફોર્મન્સ અને ભાજપનું સૌથી બેસ્ટ પરફોર્મન્સ જોવા મળ્યું છે. ભાજપને ગત વખતે પાટીદારો દ્વારા જે રીતે અનામત આંદોલન ચલાવવામાં આવ્યું હતું ત્યારે પાટીદાર પ્રભૂત્વ ધરાવતી તમામ મોટાભાગની સીટો પર ભાજપનો ભગવો લહેરાઈ શક્યો નહોતો અને આ બેઠકો પર કોંગ્રેસે પાટીદાર ઉમેદવારોને ઉભા રાખ્યા હતા જેનો સીધો ફાયદો પણ થયો હતો. આ સાથે એન્ટી ઈન્કમ્બન્સીનો પણ માહોલ તેના કારણે જોવા મળ્યો હતો.
ત્રિપુટીઓએ નાકમાં દમ કરી દેતા સામાજિત સમીકરણો ફળ્યા હતા
હાર્દિક પટેલે ખાસ કરીને પાટીદારોનું નેતૃત્વ કર્યું હતું અલ્પેશ ઠાકોરે ઓબીસીનું નેતૃત્વ કર્યું હતું અને એક ઓબીસી નેતા તરીકે ઉભરી આવતા આંદોલનો અને સભાઓ જોવા મળી હતી આ ઉપરાંત દલિત નેતા તરીકે જીજ્ઞેશ મેવાણીએ લડત ચલાવી હતી જેથી સામાજિક સમીકરણો પણ પાટીદાર આંદોલનો બાદ સામે આવતા ભાજપને ભારે નુકશાન થયું હતું.
Join Our WhatsApp Community