રાજ્ય

શા માટે છે કોરોનાની પહેલી લહેર કરતા બીજી લહેર વધારે ઘાતક? જાણો વિગત..

Apr, 7 2021


ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.

મુંબઈ, 7 એપ્રિલ 2021.

બુધવાર.

    દુનિયાભરમાં કોરોના ની બીજી લહેર એ હાહાકાર મચાવી દીધો છે અને વિશેષજ્ઞોના મત પ્રમાણે કરોના ની બીજી લહેર પહેલી લહેર કરતા વધારે ઘાતક પુરવાર થઇ છે. તો આવો જાણીએ આ બીજી લહેર માં એવું તે શું છે કે લોકો માટે જીવલેણ સાબિત થઈ રહી છે.

   વિશેષજ્ઞોનું માનીએ તો આ નવો કોરોના વાયરસ બ્રાઝિલ અને કેન્ટ નો વેરિયન્ટ છે. એના વિષે એવું કહેવામાં આવી રહ્યું છે કે એના લક્ષણ   જેટલા દેખાય છે એના કરતાં વધારે શરીરના અંગોમાં ઘાતક પુરવાર થાય છે. કોરોના ના નવા લક્ષણોમાં પેટમાં દુખાવો ,ઊલ્ટી અથવા શરદી જેવા લક્ષણો  દેખાય છે. જ્યારે તાવ આવવો,આખું શરીર દુખવું, ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફ થવી એ બધાં લક્ષણ તો પહેલેથી જ હતા. જોકે કેટલાક કોરોના પોઝિટિવ દર્દીઓમાં આમાંથી એક પણ લક્ષણ દેખાતા નથી.

વધુ એક રાજ્યમાં કડક લોકડાઉન લાગુ કરાયું.જાણો વિગત...
 

આ પરિસ્થિતિમાં હવે ડોક્ટરો પણ સલાહ આપે છે કે જો આમાંથી કોઇ પણ લક્ષણ ન દેખાય તો પણ કોવિડ ટેસ્ટ કરાવવો ફરજિયાત છે. કારણ હાલ નોંધાઈ રહેલા દર્દીઓમાં ઘણાય  દર્દીઓ asymptomatic હોય છે.

 

Leave Comments