Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રનું RTO બન્યુ અત્યાધુનિક.. અહીં માત્ર મળશે ઇ.ચલણો.. જાણો વિગતવાર..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

23 સપ્ટેમ્બર 2020

આરટીઓનું સંપૂર્ણ કામ હવે ડીજીટલી થઇ ગયું છે.. સોમવારથી દંડ પ્રણાલીને 100% ઇલેક્ટ્રોનિક બનાવાઈ છે. આરટીઓ દ્વારા રાજ્યભરના ઈન્સ્પેકટરો, સહાયક નિરીક્ષકો અને ફ્લાઇંગ સ્કવોડને 250 જેટલા મશીનોનું વિતરણ ઇ-ચલણ માટે કરવામાં આવ્યું છે, 

નવનિયુકત રાજ્ય પરિવહન કમિશનરએ જણાવ્યું હતું કે, 'અમે રાજ્યભરના તમામ આરટીઓમાં ઈ.ચલણનો ઉપયોગ કરીશું. મશીનોનો ઉપયોગ જંકશન પર ફરજ બજાવતા  આરટીઓ અધિકારી દ્વારા કરવામાં આવશે, જે ઝડપથી પીયુસી, વીમા અને અન્ય દસ્તાવેજો છે કે નહીં તે ચેક કરશે. આ સાથે જ તમામ 250 આરટીઓને કડક સામાજિક અંતર જાળવવા સુચના આપી છે, કારણ કે અઠવાડિયાના બધા દિવસ કચેરીઓ ખુલ્લી રહે છે અને અરજદારો, એજન્ટો, નાગરિકોની આવવાની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. 

ટ્રાન્સપોર્ટ કમિશનરે એવી પણ જાહેરાત કરી હતી કે આરટીઓ તેની વેબસાઇટને યુઝર્સ ફ્રેંડલી બનાવશે.. જેને કારણે નાગરિકો એ આરટીઓ ઓફીસ સુધી નહીં જવું પડે, તેમજ નાની મોટી કાર્યવાહી, ફી , ટેક્સ વગેરેના પ્રશ્નો માટે કોઈ એજન્ટનો સંપર્ક સાધવો નહી પડે.. નવા ફેરફારો સાથે ટૂંક સમયમાં આધુનિક વેબસાઈટ શરૂ થઈ જશે. જે જરૂરી તમામ દસ્તાવેજોની વિગતો આપશે. લાઇસન્સ અને વાહન નોંધણી તેમજ આરટીઓ સંબંધિત કામ માટેની તમામ હેલ્પલાઈન એક જ સામાન્ય ટોલ ફ્રી નંબરમાં મર્જ કરવામાં આવશે. આમ મહારાષ્ટ્ર મા આરટીઓ ની સેવાઓ આધુનિક અને સરળ થવા જઈ રહી છે. જે માટે માત્ર એક જ નંબર પર સંપર્ક કરવાનો રહેશે..

CM Yogi Mother Last Rites પંચતત્વમાં વિલીન થયાં સીએમ યોગીના માતા સાવિત્રી દેવી હરિદ્વારના ચંડી ઘાટ પર સંપન્ન થયા અંતિમ સંસ્કાર
Electric Hydrofoil Ship પાણી પર ઉડતી ઇલેક્ટ્રિક વોટર ટેક્સી! મહારાષ્ટ્રમાં ભારતના પ્રથમ 100% ઇલેક્ટ્રિક હાઇડ્રોફોઇલ જહાજ ‘કંડેલા P12’ એ ભરી ઉડાન
UP Election 2027 યુપીના રાજકારણમાં નવો વળાંક કોંગ્રેસ સામે અખિલેશ યાદવે મૂકી મોટી શરત, બેઠક વહેંચણીની ચર્ચાઓ તેજ બનતા ચૂંટણી જંગ રસપ્રદ બનશે
Illegal Flammable Material Transport જ્વલનશીલ પદાર્થોની ગેરકાયદેસર હેરફેર કરનારાઓની હવે ખેર નહીં! પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકના કડક કાર્યવાહીના આદેશ
Exit mobile version