Tag: ઈ-કોમર્સ

  • ફટકો / હવે Myntra પરથી શોપિંગ કરવી થઈ મોંઘી, દરેક ઓર્ડર પર ચૂકવવી પડશે ફી

    ફટકો / હવે Myntra પરથી શોપિંગ કરવી થઈ મોંઘી, દરેક ઓર્ડર પર ચૂકવવી પડશે ફી

      News Continuous Bureau | Mumbai

    Myntra Convenience Fee: જો તમે ઈ-કોમર્સ વેબસાઈટ Myntra પરથી ખરીદી કરો છો તો સાવધાન થઈ જાવો. કારણ કે મેન્ત્રા (Myntra) હવે દરેક ઓર્ડર પર કન્વીનિયન્સ ફી (Convenience Fee) લાદવાનો નિર્ણય લીધો છે. આ ફી તાત્કાલિક અસરથી લાગુ કરવા જણાવાયું છે. મળતી માહિતી મુજબ, 1000 રૂપિયાથી વધુના શોપિંગ (Shopping) ના ઓર્ડર પર 10 રૂપિયા ફી લેવામાં આવશે. કારણ કે, 1000 રૂપિયાથી ઓછી ખરીદી માટે 99 રૂપિયા પહેલેથી જ વસૂલવામાં આવે છે. આપને જણાવી દઈએ કે, કંપનીએ પોતાની કમાણી વધારવા માટે આ સુવિધા ફી વસૂલવાનું શરૂ કરી દીધું છે.

    દરરોજ થાય છે 5 લાખ ઓર્ડર

    આંકડા મુજબ, ઈ-કોમર્સ વેબસાઈટ મેન્ત્રા (E-Commerce Website Myntra) પરથી દેશભરમાં દરરોજ 5 લાખ ઓર્ડર આપવામાં આવે છે. મળતી માહિતી મુજબ, મેન્ત્રા (Myntra) પોતાની કમાણી વધારવા માગે છે. તેથી જ સુવિધા ફી વસૂલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મેન્ત્રા (Myntra) દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ, આ સુવિધા ફી અન્ય કોઈપણ ફી કરતા અલગ હશે. એટલે કે, જે ફી પહેલેથી વસૂલવામાં આવે છે તે નિરંતર ચાલતી રહેશે. સુવિધા ફી આજથી જ લાગુ કરવા જણાવાયું છે. આપને જણાવી દઈએ કે, 1000 રૂપિયાથી ઓછી ખરીદી માટે 99 રૂપિયા પહેલાથી જ વસૂલવામાં આવે છે.

    આ સમાચાર પણ વાંચો :  WTC Final: વિરાટ કોહલીએ ઓવલમાં જે ચશ્મા પહેર્યા છે તેની કિંમત જાણી ચોંકી ઉઠશો

    સેવાના બદલામાં લેવામાં આવી રહી છે ફી

    મેન્ત્રા (Myntra) ના પ્રવક્તાના જણાવ્યા મુજબ, આવી નજીવી ફી અમારા જેવા પ્લેટફોર્મને ઘણી મદદ કરે છે જેથી કરીને અમે અમારા ગ્રાહકોને બેસ્ટ પ્રાઇસ સાથે વર્લ્ડ ક્લાસ શોપિંગ એક્સપીરિયન્સ પણ આપી શકીએ, સાથે જ અમે ગ્રાહકોને બેસ્ટ સર્વિસ આપીએ છીએ. તેથી જ થોડીક ફી વસૂલી શકાય છે. એટલે કે જો તમે આજથી જ ખરીદી માટે મેન્ત્રા (Myntra) પર ઓર્ડર કરો છો, તો તમારે વધારાની ફી ચૂકવવી પડશે.