Tag: એલએન્ડટી

  • L&T Finance : એલએન્ડટી ફાઇનાન્સે નાણાંકીય વર્ષ 2023માં સફળતાપૂર્વક અધધ આટલા કરોડની સોશિયલ/સસ્ટેનેબિલિટી લિંક્ડ રૂપી લોન (SLL) એકત્ર કરી

    L&T Finance : એલએન્ડટી ફાઇનાન્સે નાણાંકીય વર્ષ 2023માં સફળતાપૂર્વક અધધ આટલા કરોડની સોશિયલ/સસ્ટેનેબિલિટી લિંક્ડ રૂપી લોન (SLL) એકત્ર કરી

     News Continuous Bureau | Mumbai

    • નાણાંકીય વર્ષ 2022માં રૂ. 200 કરોડની સરખામણીએ નાણાંકીય વર્ષ 2023માં રૂ. 585 કરોડની સોશિયલ/સસ્ટેનેબિલિટી લિંક્ડ રૂપી લોન ઊભી કરી
    • લોન દ્વારા મળનારી આવકનો ઉપયોગ કૃષિ અને સંલગ્ન પ્રવૃતિઓ માટે આગળના ધિરાણ માટે કરવામાં આવશે

     દેશની અગ્રણી નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઓમાંની એક એલએન્ડટી ફાયનાન્સ લિમિટેડે (એલટીએફ) નાણાંકીય વર્ષ 2023માં રૂ. 585 કરોડની સોશિયલ/સસ્ટેનેબિલિટી લિંક્ડ રૂપી લોન (SLL) સફળતાપૂર્વક પ્રાપ્ત કરી છે જે નાણાંકીય વર્ષ 2022માં રૂ. 200 કરોડની સરખામણીએ 193 ટકા વધી છે.

    સુવિધા હેઠળ એલટીએફ ત્રણ મહત્વપૂર્ણ ટકાઉપણા સાથે સંકળાયેલા ઉદ્દેશ્યો પર પ્રગતિ હાંસલ કરવા માટે પ્રતિબદ્ધ છે જે ખાસ કરીને સુવિધાઓથી વંચિત સમુદાયોમાં મહિલા સાહસિકોને જવાબદાર ધિરાણ, પાણીની સકારાત્મકતા અને કાર્બન જપ્તી સાથે સંબંધિત છે. 

    એકંદરે, માર્ચ 2022માં પ્રથમ ફંડ એકત્ર કર્યા પછી એલટીએફે અત્યાર સુધીમાં રૂ. 885 કરોડ એકત્ર કર્યા છે જેમાંથી લગભગ 70 ટકા નાણાંકીય વર્ષ 2023માં એકત્ર કરવામાં આવ્યા છે. એલટીએફ કૃષિ પ્રવૃત્તિઓને ટેકો આપવા અને ભારતીય મહિલાઓને ટકાઉ આજીવિકા મેળવવામાં મદદ કરવામાં સક્રિયપણે સામેલ છે અને આ રીતે ધિરાણ અને સીએસઆર પહેલ દ્વારા આત્મનિર્ભર બને છે.

    આ સમાચાર પણ વાંચો: Mutual Fund : આ કંપનીએ મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસમાં પ્રવેશ કર્યો, સાત ફંડ્સ સાથે મજબૂત શરૂઆત

    સ્થિરતા સાથે જોડાયેલા ઉદ્દેશો વાર્ષિક ધોરણે સ્વતંત્ર થર્ડ પાર્ટી એશ્યોરર દ્વારા માપવામાં આવશે અને કંપનીના ટકાઉપણું પ્રદર્શન પરના વાર્ષિક અહેવાલમાં પ્રગતિની જાણ કરવામાં આવશે. ઉદ્દેશ્યોમાં કંપનીની પ્રગતિ ક્રેડિટ સુવિધા પરના વ્યાજ દરોમાં ઘટાડા અથવા વધારા તરફ દોરી જશે. 

    આ અંગે એલએન્ડટી ફાયનાન્સના ગ્રુપ ચીફ ફાયનાન્શિયલ ઓફિસર શ્રી સચિન જોશીએ જણાવ્યું હતું કે, “ભારત માટે, ટકાઉ ભવિષ્ય નાણાંકીય સમાવેશ પર આધારિત છે, અને એલટીએફ જેવી એનબીએફસી આ મિશનમાં મહત્વની ભૂમિકા ભજવે છે. SLL દ્વારા ઓછા ખર્ચે ભંડોળ ઊભું કરનાર અમે ભારતમાં પ્રથમ એનબીએફસી પૈકીના છીએ. આ અમારા માટે એક મુખ્ય સિદ્ધિ છે કારણ કે અમે અમારી વ્યૂહાત્મક યોજના લક્ષ્ય 2026 પર અમારું ધ્યાન ચાલુ રાખીએ છીએ જેમાં મુખ્ય સ્તંભોમાંનો એક એન્વાર્યમેન્ટ, સોશિયલ અને ગવર્નન્સ (ESG) છે. ભંડોળ એકત્ર કરવાનો મુખ્ય હેતુ કૃષિ અને કૃષિ સંલગ્ન લોન તરફની અમારી આગળની ધિરાણ પ્રવૃત્તિઓને ટેકો આપવાનો છે, ખાસ કરીને પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ (પીએસએલ) કેટેગરી હેઠળ લાયકાત ધરાવતા ટ્રેક્ટર અને માઇક્રો લોનના સ્વરૂપમાં.

  • એલએન્ડટી ફાઇનાન્સ આ ત્રિમાસિકમાં તેના એસએમઈ ફાઇનાન્સ બિઝનેસને 50થી વધુ શહેરોમાં વિસ્તારશે

    એલએન્ડટી ફાઇનાન્સ આ ત્રિમાસિકમાં તેના એસએમઈ ફાઇનાન્સ બિઝનેસને 50થી વધુ શહેરોમાં વિસ્તારશે

    News Continuous Bureau | Mumbai

    દેશની અગ્રણી નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઓમાંની એક એલએન્ડટી ફાઇનાન્સ લિમિટેડ (એલટીએફ) 30 જૂન, 2023ના રોજ પૂરા થનારા વર્તમાન ત્રિમાસિક ગાળામાં તેના એસએમઈ ફાઇનાન્સ બિઝનેસને 50 થી વધુ શહેરોમાં વિસ્તારવાની યોજના ધરાવે છે. નાણા વર્ષ 2022 દરમિયાન મુંબઈ અને પુણે શહેરોમાં પાઇલટ તરીકે એસએમઈ ફાઇનાન્સ બિઝનેસ શરૂ કરાયો હતો અને તેમાં છેલ્લા નાણાકીય વર્ષમાં સાતત્ય વેપાર જોવા મળ્યો છે.

    વ્યવસાય સ્વ-રોજગાર ધરાવતા વ્યાવસાયિકો અને વ્યવસાયોની કાર્યકારી મૂડીની જરૂરિયાતોને સંબોધિત કરવા માટે કામ કરે છે અને એલએન્ડટી ફાઇનાન્સને ટોચની-કક્ષાની ડિજિટલી સક્ષમ રિટેલ ફાઇનાન્સ કંપની તરીકે સ્થાપિત કરવાના લક્ષ્ય 2026ના લક્ષ્યને આગળ ધપાવે છે.

    માર્કેટ પ્રેક્ટિસથી વિપરીત, કંપનીએ તેની હાલની મજબૂત ડિજિટલ અને ડેટા એનાલિટિક્સ ક્ષમતાઓના આધારે તેની ઓફરને સંપૂર્ણ પેપરલેસ પ્રક્રિયા તરીકે સ્થાન આપ્યું છે. આમ, એવા બજારમાં જ્યાં નાના અને મધ્યમ ઉદ્યોગોને રોકડ પ્રવાહની અનુમાનિતતાની જરૂર હોય છે, એલએન્ડટી ફાઇનાન્સ લોન અરજી પર ત્વરિત મંજૂરી અથવા અસ્વીકાર અપડેટ પ્રદાન કરવા સક્ષમ છે. એન્ડ-ટુ-એન્ડ ડિજિટલ પ્રક્રિયાએ કંપનીને તેના ગ્રાહકોને ડિસ્ટ્રિબ્યુશન ચેનલના ઝડપી વિસ્તરણમાં મદદ કરવા ઉપરાંત ડિફરન્સિયલ ટર્નઅરાઉન્ડ ટાઇમ ઓફર કરવાની પણ મંજૂરી આપી છે.

    આ વિષય પર બોલતા એલએન્ડટી ફાઈનાન્સ હોલ્ડિંગ્સ લિ.ના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી દીનાનાથ દુભાશીએ જણાવ્યું હતું કે, “લાર્સન એન્ડ ટુબ્રો ગ્રુપ હંમેશા રાષ્ટ્ર નિર્માણ સાથે સંકળાયેલું રહ્યું છે. નાના અને મધ્યમ ઉદ્યોગો આપણા દેશના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટમાં સૌથી મોટા ફાળો આપનારાઓમાંના એક છે. આ સેગમેન્ટમાં અમારી ડિજિટલ ઑફરિંગ, વધુ મહત્ત્વપૂર્ણ રીતે ટિયર II શહેરોમાં જ્યાં અમે એસએમઈને તેમની વૃદ્ધિની યાત્રામાં મદદ કરવાની યોજના બનાવીએ છીએ, તે ‘Fintech@Scale’ બનવાના અમારા લક્ષ્ય 2026ના સંકલ્પને અનુરૂપ છે. મને એ પણ વિશ્વાસ છે કે લોન લેનારાઓ સાથેની આ ભાગીદારી દેશને તેની પોતાની રીતે પાંચ ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા બનવાની દિશામાં મદદ કરશે.”

    આ સમાચાર પણ વાંચો:  RBI એ ₹ 2,000 ની નોટો પાછી ખેંચી લીધા પછી , Zomato માં 72 ટકા ગ્રાહકો 2000 ની નોટ પકડાવે છે.

    ગ્રાહકની જરૂરિયાતોને કેન્દ્રમાં રાખવાના માર્ગદર્શક સિદ્ધાંત સાથે, કંપનીએ નવેમ્બર 2022માં તેના ગ્રાહકો માટે ડ્રોપલાઇન ઓવરડ્રાફ્ટ ઓફર શરૂ કરી છે, જે ગ્રાહકોને ડે-ટુ-ડેની રોકડ જરૂરિયાતને પૂરી કરવા માટે પૂર્વ-ચુકવણી અને લોન ખાતામાંથી ઉપાડ કરવાની મંજૂરી આપે છે. આ ઉમેરાથી કંપનીને વિતરણમાં સતત વધારો કરવાની મંજૂરી મળી છે. હાલમાં, કંપની મુંબઈ, દિલ્હી, કોલકાતા, ચેન્નાઈ, હૈદરાબાદ, બેંગલુરુ અને અમદાવાદના મુખ્ય બજારો સહિત 16 શહેરોમાં એસએમઈ ગ્રાહકોની જરૂરિયાતો પૂરી કરી રહી છે.

    ટાયર – II શહેરોમાં એસએમઈ ગ્રાહકોની જરૂરિયાતોને સંબોધવા માટે, કંપની મોટા ભૌગોલિક વિસ્તરણની રાહ જોઈ રહી છે કારણ કે તે આ વ્યવસાય માટે એક મહત્વપૂર્ણ વૃદ્ધિ માટેનું બળ છે. કંપની પટણા, ભુવનેશ્વર અને વિશાખાપટ્ટનમ સહિત 50 શહેરોમાં વિસ્તરણ કરવાની યોજના ધરાવે છે.

    આ ઉપરાંત, કંપની આ નાણાકીય વર્ષમાં તેની ડાયરેક્ટ ટુ કસ્ટમર (D2C) એપ્લિકેશન – પ્લેનેટ એપ દ્વારા – તેની સીધી ચેનલ ઓફરિંગ વધારવા માટે પણ કામ કરશે.

    એલએન્ડટી ફાઇનાન્સની આ પ્રોડક્ટ મુખ્યત્વે નાના વ્યવસાયો અને પ્રેક્ટિસિંગ પ્રોફેશનલ્સ જેવા કે ડૉક્ટર્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વગેરેને સર્વિસ પૂરી પાડે છે અને રૂ. 50 લાખ સુધીની લોનનું વિતરણ કરે છે. નાના અને મધ્યમ ઉદ્યોગો અને વ્યાવસાયિકો કંપનીની વેબસાઈટ અથવા ઈમેલ દ્વારા અથવા નજીકની એલએન્ડટી ફાયનાન્સ શાખાની ફિઝીકલી મુલાકાત લઈને ડિજિટલ રીતે લોન માટે અરજી કરી શકે છે.

  • એલએન્ડટી ફાઇનાન્સ હોલ્ડિંગ્સ લિમિટેડ લક્ષ્ય 2026 તરફના તેના ધ્યેય અંતર્ગત સમય કરતાં પહેલા 75%નો રિટેલ લોન પોર્ટફોલિયો હાંસલ કર્યો

    એલએન્ડટી ફાઇનાન્સ હોલ્ડિંગ્સ લિમિટેડ લક્ષ્ય 2026 તરફના તેના ધ્યેય અંતર્ગત સમય કરતાં પહેલા 75%નો રિટેલ લોન પોર્ટફોલિયો હાંસલ કર્યો

    News Continuous Bureau | Mumbai

    • 31 માર્ચ, 2023 (નાણા વર્ષ 2023)ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષમાં વેરા પછીનો નફો (પીએટી) રૂ. 1,623 કરોડ (કોન્સોલિડેટેડ) વાર્ષિક ધોરણે 52% (વાયઓવાય) વૃદ્ધિ

    • રિટેલ પોર્ટફોલિયો મિક્સ હવે કુલ લોન બુકના 75% છે

    • સૌથી વધુ વાર્ષિક રિટેલ વિતરણ રૂ. 42,065 કરોડ, તમામ રિટેલ સેગમેન્ટમાં મજબૂત વૃદ્ધિ દ્વારા સંચાલિત

    • હોલસેલ બુકમાં વાયઓવાય 54% નો ઝડપી ઘટાડો થઈને રૂ. 19,840 કરોડ

    • પ્લેનેટ એપએ 3 મિલિયન ડાઉનલોડ્સને પાર કર્યા; ફિનટેક@સ્કેલ બનવા તરફ ડિજિટલ ટેક્નોલોજી સાથે આગળ વધી રહી છે

      અગ્રણી નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ (એનબીએફસી) માંની એક એલએન્ડટી ફાઇનાન્સ હોલ્ડિંગ્સ લિમિટેડ (એલટીએફએચ), ગ્રાહક-કેન્દ્રિત, શ્રેષ્ઠ કક્ષા, ડિજિટલી સક્ષમ રિટેલ એનબીએફસી બનવા તરફની તેની સફરને આગળ વધારી રહી છે. નાણાકીય વર્ષ 2023 ના અંત સુધીમાં, કંપનીએ કુલ લોન બુકના 75 ટકા રિટેલ લોન પોર્ટફોલિયોનું મિશ્રણ હાંસલ કર્યું છે, જે લક્ષ્ય 2026ના 80% કરતાં વધુ રિટેલાઇઝેશન લક્ષ્યની નજીક છે.

    વાર્ષિક રિટેલ વિતરણ રૂ. 31 માર્ચ, 2023 ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ માટે રૂ. 42,065 કરોડનું થયું છે, જે 69 ટકાની વાર્ષિક વૃદ્ધિ નોંધાવે છે. રિટેલ બુક હવે રૂ. 61,053 કરોડ, 31 માર્ચ, 2022 ની સરખામણીમાં 35 ટકા વધુ છે. વર્ષ દરમિયાન, હોલસેલ બુક 54 ટકા ઘટીને રૂ.19,840 કરોડની થઈ છે.

    આ સમાચાર પણ વાંચો:  મારુતિ, ટાટા અને કિયાની આ 6 CNG કાર બજારમાં ધૂમ મચાવશે.

    નાણાકીય વર્ષ 2023 માટે કોન્સોલિડેટેડ પીએટી રૂ. 1,623 કરોડનો થયો છે જે વાર્ષિક ધોરણે 52 ટકાની વૃદ્ધિ દર્શાવે છે, 31 માર્ચ, 2023 ના રોજ પૂરા થયેલા ચોથા ત્રિમાસિક ગાળામાં કોન્સોલિડેટેડ પીએટી 46 ટકા વધીને રૂ. 501 કરોડનો થયો છે.

    નાણાકીય પરિણામો પર ટિપ્પણી કરતાં, એલએન્ડટી ફાઈનાન્સ હોલ્ડિંગ્સ લિ.ના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ શ્રી દીનાનાથ દુભાષીએ જણાવ્યું હતું કે, “નાણાકીય વર્ષ 2023 એ અમારી ચાર વર્ષની વ્યૂહાત્મક યોજના – લક્ષ્ય 2026નું પ્રથમ વર્ષ છે અને અમને એ જાહેરાત કરતાં આનંદ થાય છે કે અમારું રિટેલાઇઝેશન હવે 75% એ સ્થિત છે, જે લગભગ નાણાકીય વર્ષ 2026 માટે લક્ષ્યના 80% થી વધુ રિટેલાઇઝેશન લક્ષ્યની નજીક છે. આ સિદ્ધિ શ્રેષ્ઠ કક્ષાની એસેટ ક્વોલિટી સાથે રિટેલ બુકમાં 35% ની મજબૂત વાર્ષિક વૃદ્ધિ અને હોલસેલ બુકમાં નિર્ણાયક 54%ના ઘટાડાને કારણે થઈ છે. વર્ષ દરમિયાન હાથ ધરવામાં આવેલી વ્યૂહાત્મક પહેલોએ કંપનીને યોજનાની પરિપૂર્ણતાને વેગ આપવામાં મદદ કરી છે. આગળ જતાં, અમે ગ્રાહક-કેન્દ્રિત અને ટકાઉ Fintech@Scale બનાવવાની દિશામાં અમારી ગતિ જાળવી રાખશું. કંપની રિટેલ પ્રોડક્ટ્સ ઓફર કરવાનું ચાલુ રાખશે જે સમગ્ર ગ્રાહક ઇકોસિસ્ટમને આવરી લે છે અને બેસ્પોક ક્રોસ-સેલ અને અપ-સેલ ફ્રેન્ચાઇઝ અને શ્રેષ્ઠ વિતરણ વ્યૂહરચના બનાવે છે.

    31 માર્ચ, 2023 ના રોજ પૂરા થયેલા વર્ષ દરમિયાન, એલટીએફએચએ તમામ રિટેલ સેગમેન્ટ્સમાં મજબૂત વૃદ્ધિ નોંધાવી છે.

    રૂરલ બિઝનેસ ફાઇનાન્સે વર્ષ દરમિયાન રૂ. 16,910 કરોડનું વિતરણ કર્યું છે જે વાર્ષિક ધોરણે 70 ટકાની વૃદ્ધિ છે. આ વૃદ્ધિ ભૌગોલિક હાજરીને વધુ ઊંડી અને મજબૂત બનાવવા અને કેન્દ્રિત વ્યૂહાત્મક પહેલો દ્વારા પ્રોડક્ટ સ્યુટના વિસ્તરણને કારણે થઈ છે.

    કંપની દેશમાં ટ્રેક્ટર ફાઇનાન્સ સેગમેન્ટમાં માર્કેટ લીડરશિપ ધરાવે છે. કંપની 31 માર્ચ, 2023 ના રોજ પૂરા થયેલા વર્ષ દરમિયાન રૂ. 6,450 કરોડની ફાર્મર ફાઇનાન્સના વિતરણની સાક્ષી છે , જે વાર્ષિક ધોરણે 25 ટકાની વૃદ્ધિ નોંધાવે છે. કંપનીએ ચોથા ત્રિમાસિકમાં અત્યાર સુધીની સૌથી વધુ રકમનું વિતરણ પણ નોંધ્યું છે અને નાણાકીય વર્ષમાં એક લાખથી વધુ નવા ટ્રેક્ટરને ધિરાણ આપવાનો મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યો છે. આ વૃદ્ધિનો શ્રેય ટોચના ઓરિજિનલ ઈક્વિપમેન્ટ મેન્યુફેક્ચરરની ભાગીદારીના મજબૂતીકરણને આભારી છે જેણે બજારહિસ્સો વધારવામાં મદદ કરી છે. કિસાન સુવિધા યોજના અને પુનઃધિરાણ જેવી ટેલર-મેડ પ્રોડક્ટ્સે ગ્રાહકની જાળવણીને વધુ આગળ વધારવામાં મદદ કરી.

    આ સમાચાર પણ વાંચો: મેદાન પર કોહલી અને ગંભીરની લડાઈનો વાયરલ વીડિયો, કેવી રીતે થઈ હતી લડાઈ

    અર્બન ફાઇનાન્સનું વિતરણ 72 ટકા વાર્ષિક ધોરણે વધીને 31 માર્ચ, 2023 ના રોજ પૂરા થયેલા વર્ષ દરમિયાન રૂ. 16,727 કરોડનું થયું છે. નાણાકીય વર્ષ 2023 માં હોમ લોન / લોન અગેઈન્સ્ટ પ્રોપર્ટીમાં રૂ. 500 કરોડ માસિક વિતરણનો માઇલસ્ટોન હાંસલ કરાયો છે. ટુ-વ્હીલર ફાઇનાન્સે ચોથા ત્રિમાસિકમાં વાર્ષિક ધોરણે સૌથી વધુ 25%ના વધારા સાથે રૂ. 1,727 કરોડની લોન વિતરણ કરી છે. કંપનીએ ઈ-એગ્રીગેટર્સ સાથે મજબૂત ભાગીદારી અને કન્ઝ્યુમર લોન બિઝનેસના સંયોગો દ્વારા ગ્રાહકની સંખ્યામાં પણ વૃદ્ધિ નોંધી છે.

    31 માર્ચ, 2023 ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ દરમિયાન એસએમઈ ફાઇનાન્સ વિતરણમાં રૂ. 1,000 કરોડનો માઇલસ્ટોન હાંસલ કરાયો છે. નાણાકીય વર્ષ 2022માં પ્રાયોગિક તબક્કા દરમિયાન કંપનીની વ્યાપ બે સ્થળેથી વધીને 20 સ્થળો સુધી પહોંચ્યોં છે. આ વ્યવસાયના ચેનલ વિસ્તરણ માટે ડિજિટલ ટેક્નોલોજી અપનાવવી એ એક વ્યાપક વિષય હશે.

    કંપનીની કસ્ટમર ફેસિંગ એપ્લિકેશન – પ્લેનેટ એપ, જે નાણાકીય વર્ષ 2022 ના ચોથા ત્રિમાસિકમાં સોફ્ટ લોન્ચ કરવામાં આવી હતી, તે ઓટોનોમસ જર્નીના સર્જન માટે એક મુખ્ય ઘટક છે. તે ઓગમેન્ટેડ ડાયરેક્ટ ટુ કસ્ટમર (ડીટુસી) ચેનલ બનાવીને ગ્રાહક જોડાણની પુનઃકલ્પનાના પાયા પર બનેલ છે. આ એપ ગ્રાહક-કેન્દ્રિત સુવિધાઓ સાથે જિયો-એગ્નોસ્ટિક સોર્સિંગ, કલેક્શન્સ અને સર્વિસિંગ ચેનલ તરીકે સેવા આપે છે. આ એપ ફાર્મ એડવાઈઝરી, એજ્યુકેશન કોર્સીસ, યુટિલિટી પેમેન્ટ્સ, ઈન્કમ એક્સપેન્સ ટ્રેકર વગેરે જેવી અન્ય ઘણી સુવિધાઓ પણ પૂરી પાડે છે. નાણાકીય વર્ષ 2023માં આ ચેનલે રૂ. 240 કરોડથી વધુનું કલેક્શન કર્યું હતું અને 45 લાખથી વધુ રિક્વેસ્ટ્સને સર્વિસ આપી હતી. આ એપ 2.8 લાખથી વધુ ગ્રામીણ ગ્રાહકો સુધી પહોંચી છે અને અત્યાર સુધીમાં 3 મિલિયન ડાઉનલોડ્સ વટાવી ચૂકી છે. ઉપરાંત, આજ સુધીમાં એપ રૂ. 1,600 કરોડ (વેબસાઇટ સહિત)થી વધુનો બિઝનેસ કરી ચૂકી છે.